વાંકાનેરના સરતાનપરમાં પૈસા મામલે યુવાનને માથામાં પાવડાના ઘા ઝીંકી હત્યા
વાંકાનેરના સરતાનપરમાં આવેલી સનફેમ સિરામિકમાં કામ કરતા બે મજૂર વચ્ચે રૂૂપિયાની લેતી દેતી મુદે ઝઘડો થયો હતો અને તેમાં એક યુવકે બીજા પર પાવડાના હાથા વડે હુમલો કરતા એક યુવકનું ગંભીર ઇજાના પગલે કમકમાટી ભર્યું મોત થયું હતું.
બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના કૌટુંબિક ભાઈની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ શરૂૂ કરી છે અને હાથવેંતમાં હોવાનું જણાવી રહી છે. વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલા સનફેમ સિરામિકના લેબરરૂૂમમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના બાલાબેહ્ટ ગામના વતની રાહુલ પુરન લાલ જોશી રાત્રીના સમયે ફેક્ટરીમાં કામ કરતો તે દરમિયાન તેની સાથે રહેતા સતીશ સિસોદિયા નામના શખ્સે ફોન કરી તેના કૌટુબીક ભાઈ સંદીપ રાજેશભાઈ જોષીને તેની જ ફેકટરીમાં રહેતા અને રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી નામના યુવક સાથે ઝઘડો થયો હોવાનો ફોન આવતા તે દોડીને રૂૂમ પર ગયો હતો ત્યારે સંદીપ લોહી લુહાણ હાલતમાં તેના રૂૂમમાંથી મળી આવ્યો હતો જેથી આ અંગે તેને સતીશે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સંદીપે ખિસ્સા ખર્ચ માટે રૂૂપિયા માગ્યા હતા. જો કે પ્રવીણે તેની પાસે રૂૂપિયા ન હોવાનું કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જો કે બાદમાં તે તેના રૂૂમે જતો રહ્યો હતો.
આ દરમ્યાન રાત્રીના સમયે ફરી સંદીપ રાજેશ જોશી અને પ્રવીણ ઉર્ફે રાનું રાજકુમાર જોશી વચ્ચે ઝઘડો થતા પ્રવીણે પાવડાના ધોકા વડે સંદીપ પર જીવલેણ હુમલો કરી દેતા તેને ગંભીર ઈજા પહોચતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો ઘટના અંગેની જાણ થતા સંદીપનો કૌટુબીક ભાઈ રાહુલ પૂરન લાલ જોષી તેના રૂૂમે પહોચ્યો ત્યારે સંદીપ લોહી લુહાણ હાલતમાં હોવાથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો અને મૃતદેહ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો બીજી તરફ બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈ રાહુલ પુરન જોશીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે જેના આધારે પોલીસે આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી વિરુદ્ધ બીએનએસ કલમ 115(1), 103(1) તથા જીપી એક્ટ 135 મુજબ ગુનાની તપાસ શરૂૂ કરી છે.