For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં ઈન્સ્યોરન્સ ઓફિસના ACમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, 6 લોકો ગંભીર રીતે દાઝ્યા

02:13 PM Jul 29, 2024 IST | Bhumika
વડોદરામાં ઈન્સ્યોરન્સ ઓફિસના acમાં બ્લાસ્ટ થતાં લાગી આગ  6 લોકો ગંભીર રીતે દાઝ્યા
Advertisement

વડોદરાના ઓપી રોડ પર આવેલી ઇન્શ્યોરન્સ કંપનીની ઓફિસમાં AC બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટને કારણે 6 લોકોને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ આ તમામને તાત્કાલિક સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણવા મળતી માહિતી અનુસાર વડોદરાના ચિત્રા કોમ્પ્લેક્ષમાં આવેલી શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની ઓફિસમાં 11 વાગ્યા આસપાસ એરકંડિશનરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. આ દરમિયાન ઓફિસમાં છ લોકો હાજર હતાં. આગને કારણે કોમ્પ્યુટર, ફર્નિચર તેમજ મહત્વની ફાઈલો આગની ચપેટમાં આવી જતાં બળી ગઇ હતી. આ ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ તત્કાલ આવી જતાં આગ કાબુમાં લેવામાં આવી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Advertisement

આ ઇન્શ્યોરન્સની ઓફિસમાં આમ તો 6 કરતાં વધારે લોકો કામ કરે છે, પરંતુ વરસાદના કારણે કેટલાક કર્મચારીઓ મોડા પડ્યા હતા હતા. જેથી તેઓ આ દુર્ઘટનામાં સપડાતા બચી ગયા હતા. ફાયર એકસ્ટિંગ્વિશર પણ ઇન્સ્ટોલ કરેલું હતું. ઓફિસમાં રહેલા સોફા, ટ્યૂબલાઈટ અને પંખામાં નુકસાન જોવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement