ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વડોદારામાં ૨ યુવકોને ચોર સમજી નગ્ન કરી ઢોર માર માર્યો, એકનું મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

03:13 PM Oct 19, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

વડોદરામાં ઘણા સમયથી રાત્રીના સમયે ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે વડોદરામાં વારસિયા વિસ્તારમાં અડધી રાત્રે ટોળાએ ૨ યુવકોને ચોર સમજીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ટોળા દ્વારા ઢોર માર મારતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું જયારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

મળતી માહિતી મુજબ ગત રાત્રીના વારસિયા વિસ્તારમાં ૩ યુવકો રાત્રીના સમયે નીકળ્યા હતા તે દરમ્યાન તેમનું બાઈક બંધ પડી જતા તે યુવકો તેમનું બાઈક ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે દરમ્યાન કેટલાક લોકોને તે યુવકો ચોર હોવાની શંકા જતા તેઓ બહાર આવીને ચોર-ચોરની બુમો પાડવા લાગ્યા હતા અને ૩૦૦ જેટલા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ ટોળાએ ત્રણ યુવકો માંથી ૨ને પકડીને જાહેરમાં ઢોર માર માર્યો હતો .

પોલીસને સમગ્ર મામલે જાણ જતા ઘટના સ્થળે આવીને બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. જેમાં એક યુવકનું મોત થઇ ગયું હતું. જયારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરિવારને જાણ થતા હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા અને ટોળાએ યુવકોને ચોર સમજીને માર મારવા અંગે ન્યાય આપવવાની માંગ સાથે મૃતદેહના સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી.

પોલીસની હાજરીમાં આ બંને યુવકોને અર્ધનગ્ન કરીને માર મરાયો હતો પરતું પોલીસે તેને રોકવાનો કોઈ પ્રયાસ ના કર્યો ન કર્યો હતો. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેવો પરિવારે આક્ષેપ કર્યો છે. હાલમાં આ સમગ્ર સામલે પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહી છે અને સમગ્ર ઘટનામાં ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું કેહવામાં આવી રહ્યું છે.

Tags :
deathfightgujaratgujarat newsvadodaravadodara newsVadodara policevideo viral
Advertisement
Advertisement