રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં બે વર્ષમાં ઝડપાયું રૂા. 5338 કરોડનું ડ્રગ્સ

06:21 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

102ની ધરપકડ : ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના પ્રશ્ર્નનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી સંઘવી

Advertisement

વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિવિધ મુદ્દે સવાલો-જવાબો થઈ રહ્યાં છે. ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા એનડીપીએસ અને ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવ્યો હતો. જે સવાલના જવાબમાં ગૃહરાજ્ય મંત્રીએ જવાબ આપતા કેટલાક આંકડા રજૂ કર્યા હતાં. જે મુજબ ગુજરાતમાં વર્ષ 2022-23માં એનડીપીએસના 512 કેસ નોંધાયા છે.

ડ્રગ્સના કેસમાં કુલ 102 લોકની ધરપકડ થઈ હોવાનું સરકારે જણાવ્યું હતું. જ્યારે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂૂપિયા 1 લાખ 76 હજારનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. દ્રારકામાંથી કુલ રૂૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિમંતના કફ સીરપના 1622 નંગ જપ્ત કરાયા છે. સાથો સાથ દ્રારકામાં 15,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ છે.
વડોદરા શહેરમાંથી રૂૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. વડોદરા ગ્રામ્યમાંથી રૂૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે. વિધાનસભા ગૃહમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના સવાલ પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંકડા સહિતનો જવાબ રજૂ કર્યો હતો.

વિધાનસભામાં અન્ય એક મુદ્દો પણ ચર્ચાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાની નદીઓમાંથી અધ્ધધ રેતીની ચોરીના આંકડાઓ સામે આવ્યા હતાં. જૂનાગઢ જિલ્લાની નદીઓમાંથી બે વર્ષમા 1280 મેટ્રિક ટન રેતીની ગેરકાયદે ચોરી થઈ છે. જે ગેરકાયદે રેતી ચોરી કરતા 14 વાહનો જપ્ત કરવામાં આવ્યા અને 23 ઈસમોને પકડી નજીવો દંડ વસૂલી પણ કરાઈ હતી. આ સવાલ કોંગ્રેસ ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે આ સવાલ પર સરકારે જવાબ આપ્યો હતો.

Tags :
crimecrime newsdrugsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement