રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બે વર્ષમાં દારૂની હેરફેર કરતા 22442 વાહનો જપ્ત કરાયા

11:10 AM Aug 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દારૂ અને ઝડપાયેલ વાહન હરાજી કરીને વેચી દેવાનુું બિલ વિધાનસભામાં રજૂ, કોઇ વ્યકિત નિર્દોષ ઠરે તો હરાજીમાં મળેલી રકમ વ્યાજ સાથે પરત અપાશે

ગુજરાતમાં દારૂૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા, ગુનેગારોને અંકુશમાં રાખવા, દારૂૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય અને તે રાષ્ટ્રીય સંપત્તિ પોલીસ સ્ટેશનમાં પડી પડી ભંગાર ન થાય તે મુખ્ય હેતુ સાથે નશાબંધીના કાયદામાં એવો સુધારો કરાયો છે કે, આ પ્રકારના વાહનોની હરાજી કરશે અને તેનાથી મળેલા નાણાંનો ઉપયોગ રાજ્ય સરકાર સમાજ હિત કે સરકારી યોજનાઓ પાછળ કરશે.

રાજ્યમાં કરોડોના વાહનો ભંગાર થઈ જાય છે, તેનું સૌથી વધુ નુકસાન દેશને થઈ રહ્યું છે. આવા ભંગાર થયેલા વાહનોની હરાજી બાદ જો કોઈ વ્યક્તિ કોર્ટમાંથી નિર્દોષ સાબિત થશે તો, તે વ્યક્તિને તેના વાહનના હરાજીમાંથી મળેલી રકમ વ્યાજ સાથે પરત અપાશે. આ પ્રકારની વાહનોની હરાજી કરવાની સત્તા ઉુજઙ કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક ગૃહમાં રજૂ કરતી વખતે કહ્યું કે, દેશમાં આ હરાજીના રૂૂપિયા સમાજ હિત કે સરકારી યોજના પાછળ વાપરનાર ગુજરાત એક માત્ર રાજ્ય બનશે.દારૂૂની હેરફેરના કેસોમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ દ્વારા 22,442 વાહનો જપ્ત કરાયા છે. આજની સ્થિતિએ ગુજરાતમાં 300 જેટલી લકઝુરિયસ કાર જપ્ત થયેલી પડી છે.

લાંબા સમય બાદ કોર્ટના આખરી ચુકાદો આવે ત્યારબાદ આ વાહન પરત કરવાનો હુકમ થયા પછી પણ આ વાહન માલિક વાહન છોડાવવા આવતા નથી કારણ કે, લાંબા સમય બાદ વાહનની હાલત ખૂબ જ બિસ્માર થઇ ગઇ હોય છે. જેથી માલિકને તે છોડાવવામાં કોઈ રસ રહેતો નથી. તેથી પણ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જપ્ત કરેલા વાહનોનો ભરાવો ઓછો થતો નથી. આવા જપ્ત કરેલા વાહનોની જાળવણી તેમજ રાખવા માટે જગ્યાનો પણ પ્રશ્ન ઉદભવે છે.

આ કાયદો 20 લીટરથી વધારે દારૂૂ પકડાય તેવા વાહનો માટે છે. નાના માણસોને કોઈપણ જાતનું કોઈ નુકસાન કે હેરાનગતિ ન થાય તે બાબતે સરકારે ધ્યાન રાખ્યું છે. દારૂૂના મોટા પાયે વેપાર કરતા બૂટલેગરોના વાહનો જપ્ત કરીને તેની હરાજી કરી આ રકમનો ઉપયોગ નાગરિકોને અપાતા યોજનાકિય લાભોમાં કરવા આ બિલ લવાયું છે.

ઓનલાઇન ફૂડની જેમ દારૂ પણ લોકો પોતાના ઘરે મગાવે છે: હેમંત ખવા
વિધાનસભા ગૃહમાં નશાબંધીના વિધેયકની ચર્ચામાં આપના હેમંત ખવાએ દારૂૂ અને ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, દારૂૂબંધીનો કાયદો ગુજરાતમાં કાગળ પર જ રહી ગયો છે. આજે ઓનલાઇન ફૂડ મંગાવાય છે તેમ દારૂૂ પણ લોકો પોતાના ઘરે મંગાવે છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં 97,000 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. જે રીતે દારૂૂ-ડ્રગ્સની હેરાફેરી કરતા વાહનની હરાજી કરવામાં આવે છે તે જ રીતે જે બોટમાં ઇન્ટરનેશનલ લેવલથી ડ્રગ્સ આવતું હોય તે બોટને પણ જપ્ત કરવાની તેમણે માગણી કરી હતી. ખવાએ વધુમાં કહ્યું હતું કે અવારનવાર એકના એક બંદર પરથી અનેકવાર ડ્રગ્સ પકડાતું હોય છે તો તે બંદરના માલિકની પણ તપાસ થવી જોઈએ. જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ આવે છે તે જોતા ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ વેચનારાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. તે સાથે ડ્રગ્સના રેકેટમાં નાની માછલી નહીં પણ મોટા માથાઓને પકડવા પણ તેમણે જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsVehicles
Advertisement
Next Article
Advertisement