For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાળામાં છાત્રો પાસે આચાર્યની ગાડી-વાસણ સાફ કરાવાયા

04:06 PM Jul 22, 2024 IST | Bhumika
શાળામાં છાત્રો પાસે આચાર્યની ગાડી વાસણ સાફ કરાવાયા
Advertisement

મધરવાડાની પ્રાથમિક શાળાનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ : કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ

કુવાડવા નજીક આવેલ મધરવાડાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે માટીના ઢગલા ઉપડાવવા, વાસણ સાફ કરાવવા, આચાર્યની ગાડીના સાફ કરાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે અંગે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.

Advertisement

કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે શ્રમિકોનુ કામ નાના ભૂલકાઓ પાસેથી કરાડાવાવે તે શિક્ષણજગત માટે શરમજનક અને કલંકિત છે. સરકાર શાળાઓને તમામ નાનામોટા કામો અર્થે અલગ અલગ ગ્રાન્ટો આપે છતા જે કામ શ્રમિકો પાસે કરાડાવવાનુ હોય તે નાના ભૂલકાઓ પાસેથી કરાવે તેની સીધી અસર નાના બાળકોની માનસિકતા અને સ્વાથ્ય પર ગંભીર છેડા સમાન છે. હદ તો ત્યાં વટી ગઈ કે પ્રિન્સિપલ સાહેબની ગાડી સાફ કરાવવાનો કોન્ટ્રાક્ટ નાના બાળકોને આપ્યો હોય તેવા દ્રશ્યો ચોકાવનારા છે. જે ભૂલકાઓના વાલીના ટેક્સના પૈસા જે શિક્ષકોના પગાર થાય તે શિક્ષકો આ રીતે ગુલામીનિતીથી વર્તન ખૂબ જ દુખદ છે. જે શિક્ષકો બાળમજૂરી કરવી ગુનો અને શોષણ વિરુદ્ધના કાયદાઓના પાઠ ભણાવે તે ગુરુઓ જો આવી રીતે વર્તે તો તે જરા પણ ચલાવી ના લેવાય. રાજપૂતે વધુમા જણાવ્યુ કે આ બાબતે કોઇ પ્રથમ ઘટના નથી રાજ્યમા છાછવારે બનતી હોય છે છતા શિક્ષણવિભાગ કડક કાર્યવાહી કરતુ નથી. એટલે જ આ શિલશિલો યથાવત છે.અમે રાજકોટ જિલ્લાના પ્રાથમિક શિક્ષણઅધિકારીને આ અંગે ઉદાહરણરૂૂપ કાર્યવાહી કરવા રજૂઆત કરવાના છે.વધુમા આ વીડિયોના પુરાવાનાફરજિયાત શિક્ષણ બાળમજૂરી વિરોધી કાયદાઓ પણ બનાવાયા છે પરંતુ તે કાગળ ઉપર જ છે.બાળપણમાં ખેલકૂદની સાથે-સાથે વિધ્યા પ્રાપ્તિના બદલે કેટલાક હિટલર શિક્ષકો નાનકડા ભૂલકાઓ અભ્યાસ સાથે કારમી મજૂરી કરીને પીસાય છે તે કડવી વાસ્તવિકતા છે જે અટકાવવી સમાજ માટે ખુબ જ અતિઆવશ્યક છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement