વરસાદમાં રેઇન કોટ પહેરી 16 મિનિટમાં 5.85 લાખની ચોરી કરી તસ્કરો પલાયન
ન્યૂ રામેશ્ર્વરનગરનો બનાવ: સોના-ચાંદીના દાગીના અને રોકટની ચોરી કરનાર તસ્કર ત્રિપુટી સીસીટીવીમાં કેદ
શહેરના વીરાટનગર મેઈન રોડ ન્યુ રામેશ્વર નગર. 6માં દર્શનભાઈ ભાવેશભાઈ જાદવના ઘરમાં રેઇનકોટ પહેરીને આવેલા 3 તસ્કરો રસોડામાં કબાટની તિજોરી તોડી રોકડા 30 હજાર, સોના ચાંદીના દાગીના મળી 5,85,000ની માલમત્તા ચોરી ગયા છે. આ ત્રણ સીસીટીવી ફૂટેજમાં તસ્કરો દેખાયા છે, સોળ મિનિટોમાં તસ્કરો ચોરી કરી ગયા હતાં. ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
દર્શનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હુ ગોંડલ રોડ ઉપર ખેતલા આપા હોટલની બાજુમાં આવેલ વંદના ટ્રેકટરના શો-રૂૂમમાં મેનેજર તરીકે છેલ્લા 7 વર્ષથી નોકરી કરૂૂ છુ.રાત્રીના અઢી વાગ્યાના અરસામાં હુ અમારા ઘરમાં ઉપરના માળે આવેલ રૂૂમમાં સુઈ ગયેલ હતો ત્યારબાદ વહેલી સવારે 04/53 વાગ્યે મારા નાનાભાઈ આકાશનો મને ફોન આવેલ અને મને નીચે આવવાનુ કહેલ જેથી હુ ઉપરના રૂૂમ માંથી નીચે હોલમાં આવેલ ત્યારે મારો ભાઈ આકાશ તથા મારા મમ્મી બન્ને હાજર હતા.
આકાશએ મને જણાવેલ કે રાત્રીના સાડા અગીયારેક વાગ્યે હુ મેઇન દરવાજાને તાળુ મારીને મારા મીત્રના ઘરે ગયેલ હતો અને ત્યાથી અમેં બધા મીત્રો જામનગર રોડ ઉપર આવેલ શિવશકિત હોટલે ગયેલ અને ત્યાથી ગોંડલ રોડ ઉપર આવેલ મહીરાજ હોટલએ આવેલ હતા. ત્યા નાસ્તો કરી અને બેઠેલ હતા ત્યાથી સવારે કલાક 04/50 વાગ્યે ઘરે આવેલ ત્યારે મેઇન દરવાજા ઉપર હુ જે તાળુ મારીને ગયેલ હતો તે તાળુ જોવામાં આવેલ ન હતુ આકળીયો બંધ હતો જે આકળીયો ખોલીને હુ અંદર આવેલ અને મમ્મીને જગાડેલ અને મમ્મીને કહેલ કે હુ મેઇન દરવાજે તાળુ મારીને ગયેલ હતો જે તાળુ હુ આવેલ ત્યારે મારેલ ન હતુ.
તેમ કહી હુ તથા મમ્મી બન્ને નીચે આવેલ અને ત્યારબાદ નીચેના રસોડામાં જવાના દરવાજાને આકડીયો મારેલ હતો જે હુ તથા મમ્મી ખોલીને અંદર ગયેલ અને રસોડામાં લાંકડાના દરવાજાની અંદર રાખેલ લોખંડનો કબાટ ખો લીને જોતા અંદર તીજોરીનુ ખાનુ તુટેલ હતુ ચોરી થયેલ હોય તેવુ લાગે છે. આમ મારા નાનાભાઈએ વાત કરેલ હતી ત્યાર બાદ અમે પરીવારના સભ્યોએ આ નીચેના રસોડામાં લોખંડના કબાટમાં તીજોરીમાં જોતા તીજોરી તોડી અને પતરૂૂ વાળી દિધેલ હોય તેવુ જોવામાં આવેલ જેથી અમે તીજોરીમાં જોતા પ્લાસ્ટીકની ડબ્બીઓમાં તેમજ પાકીટમાં રાખેલ અમારા પ રીવારના સભ્યો મારા મમ્મી તથા મારા પત્ની તથા નાનાભાઈ આકાશના નીચે મુજબની સોના-ચાંદીની વસ્તુઓની ચોરી થયેલ હોવાનુ જણાયેલ છે.
ચોરીમાં રોકડા રૂૂ.30,000 મળી આશરે 8 તોલા જેટલા વજનના સોનાના દાગીના તથા 1600 ગ્રામ જેટલા ચાંદીના દાગીના તથા રોકડા રૂૂપીયા મળી કુલ રૂૂ.5,85,000ની ચોરી થઈ હોય તેવુ જણાતા વહેલી સવારે અમારી જમણી તરફ બાજુમાં રહેતા હીરલબેન કડીયાને ત્યા કેમેરા લગાડવેલ હોય તે કેમેરા ચેક કરતા એક બાળક સહિત ત્રણ શખ્સો સીસીટીવી માં દેખાયા હતા. આ અંગે ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ પી.એસ.ગોહિલે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.