For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાત્રે 9 દારૂ પીધેલા અને 4 હથિયાર સાથે પકડાયા

04:02 PM Oct 10, 2024 IST | admin
રાત્રે 9 દારૂ પીધેલા અને 4 હથિયાર સાથે પકડાયા

રાતે 4 મહિનાના પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલી મહિલાને પતિને સોંપી

Advertisement

સી ટીમ દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબામાં ખાસ જાગૃતતા કાર્યક્રમો

નવરાત્રી દરમિયાન રાજકોટ પોલીસ મહિલાઓની સુરક્ષા માટે સતત કાર્યરત બની છે. ત્યારે પોલીસ દ્વારા સતત ચેકિંગ કરી 9 નશાખોરોને ઝડપી લીધા હતા જેમાં દારૂૂ પી વાહન ચલાવતા 3 પકડાયા હતા.તેમજ છરી સહિતના હથીયાર સાથે પણ 4 ની ધરપકડ કરી હતી.કૂલ 25 વાહનો ચેક કરી રૂૂા. 1500 ના ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવેલ છે.

Advertisement

પોલીસ દ્વારા ફરજ સાથે નૈતિક ફરજ બજાવી એરપોર્ટ પોલીસ સ્ટેશન તરફથી બાળાઓ શિક્ષણ માટે પ્રેરિત થાય તે માટે લ્હાણી વિતરણ કરવામાં આવ્યું હતું. ગઈ કાલે રાતે નવરાત્રી પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ કંટ્રોલ રૂૂમને કોલ આવ્યો હતો જેમાં એક રીક્ષા વાળા ભાઈ જણાવ્યું કે, એક બેન એના પતિ સાથે ઝગડો કરી 4 મહિનાના બાળકને લઈને નીકળી ગયેલ અને તેની પાસે મોબાઈલ ન હોય આ બાબતે પોલીસ કંટ્રોલરૂૂમના સ્ટાફે શી ટીમને જાણ તે જગ્યાએ પહોચી તે મહિલાને સમજાવી તેના પતિને સોપેલ છે.

ઉપરાંત નવરાત્રી પેટ્રોલીંગ દરમ્યાન શી ટીમ દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબામાં શી ટીમના અવરનેસ પ્રોગામ લઈ 181વિશે માહિતી આપી હતી. તેમજ સાયબર ક્રાઇમ, ટ્રાફિક જાગૃતતા અને 181 મહિલા હેલ્પલાઇન તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન વિષે પણ માહિતી આપી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે કઈ તકેદારી રાખી કોઇપણ ડર રાખ્યા વગર શી ટીમની મદદ લેવા જણાવ્યુ હતું.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સૂચનાથી ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ,ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક પુજા યાદવ માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં નવરાત્રી પર્વ અનુસંધાને રાજકોટ શહેર પોલીસ દ્વારા વિશિષ્ટ કામગીરી કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement