મેળાવાળા મોજમાં, મોટાભાગના સ્ટોલ વેચાઈ ગયા
જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે અને મોટાભાગના સ્ટોલ પણ વેચાઈ ગયા છે. માત્ર હવે 24 જેટલા સ્ટોલના જ બાકી હોવાનું સામે આવ્યું છે. હવે મોટાભાગના સ્ટોલો વેચાઈ ગયા હતા તંત્ર એ પણ હવે હાસકારો અનુભવ્યો છે.
આ લોકમેળા દરમિયાન તારીખ 14 થી 18 દરમિયાન વિવિધ કાર્યક્રમો જમાવટ કરશે જેમાં તારીખ 14 મીના રોજ અમદાવાદ 15મીના અલ્પા પટેલ તારીખ 16 મીના રાજુ તારીખ 17 મીના રોજ રાજ ગઢવી તેમજ 18મી અનિરુદ્ધ આહિર સહિતના કલાકારો જમાવટ કરશે.
આ ઉપરાંત લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 50 જેટલા ઉભરતા સિંગરોને ખાસ સ્ટેજ પરફોર્મન્સ માટે તક આપવામાં આવશે. કલાકારોનો કાર્યક્રમ સરના 4 થી 8 કલાક દરમિયાન આયોજિત કરવામાં આવશેજણાવ્યું હતું કે રાજકોટના લોકમેળામાં 10 થી 12 લાખ માણવા માટે ઉમતતા હોય છે ત્યારે જેમની સુરક્ષા માટે આ પ્રથમ વખત વખતે ખાસ અઈં ટેકનોલોજીનો સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવામાં આવશે તેમ જ ભીડ ક્ધટ્રોલ કરવા માટે પણ પાંચ જેટલા વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે જેમાં એન ડી આર એફ એસ બી આર એફ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમ તેના જ કરવામાં આવશે.
આ વખતે ખાસ અઈં ટેકનોલોજીથી લોકોની ભીડ પર નજર રાખવામાં આવશે તેમજ સુરક્ષા વ્યવસ્થા માટે પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવશે અને પોલીસ દ્વારા અત્યારથી તૈયારીઓ છે તે શરૂૂ કરી દેવામાં આવી છે ઉલ્લેખની એ છે કે રાજકોટના લોકમેળામાં આ વખતે 15 લાખથી પણ વધુ લોકો તેવી પોલીસને શક્યતા છે જેને લઇ અગાઉથી વ્યવસ્થાઓ શરૂૂ કરી દેવામાં આવી છે.