For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસ ખર્ચ માટે રૂા. 99.60 લાખના ખર્ચને બહાલી

12:08 PM Sep 06, 2024 IST | admin
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસ ખર્ચ માટે રૂા  99 60 લાખના ખર્ચને બહાલી

રોડ-રસ્તા-વોટર વર્કસના નવા કામો મંજૂર

Advertisement

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં શહેરમાં થયેલા ભારે વરસાદ દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તા બનાવવા સહીત અન્ય વિવિધ વિકાસ ખર્ચ માટે ટોટલ રૂૂ. 99.60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ નવા રસ્તાઓથી શહેરના નાગરિકોને સુગમ વાહન વ્યવહાર મળશે.

Advertisement

આંગણવાડીમાં સુધારામાટે સીવીલ ઈસ્ટ ઝોન વોર્ડ નં.11 મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં સી.સી. રોડ અને બ્લોક બનાવવા માટે રૂૂ. 10 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

,પાણી પુરવઠાની વ્યવસ્થા માટે વોટર વર્કસ શાખાના ડંકી વિભાગ માટે છકડો રીક્ષા ભાડે રાખવા માટે રૂૂ. 1.42 લાખની જોગવાઈ કરવામાં આવી છે. શ્રાવણી લોકમેળા-2024 અંતર્ગત મેળાના દિવસોમાં સરકારી ગાઈડ લાઈન મુજબ અમલવારી કરવા માટે તા. 11-09-2024 સુધી મુદત વધારો કરવામાં આવ્યો છે., લેબર લો ક્ધસ્લટન્ટની નિમણુંક, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અન્ય વિકાસ કામો માટેની જોગવાઈઓ જેવા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. આ નિર્ણયોથી જામનગર શહેરના વિકાસમાં નવું જીવ આવશે અને શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement