રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી છેલ્લા પાંચ દિવસમાં રૂા.93 લાખની વીજચોરી પકડાઈ

04:21 PM Mar 04, 2024 IST | admin
Advertisement

વીજ તંત્ર દ્વારા સતત વીજ ચેકિંગથી વીજ ચોરોના ફ્યુઝ ઉડ્યા; વીજ ચોરી ડામવા તંત્ર કટિબદ્ધ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વીજ ચેકિંગ ચાલુ છે અને કાયદાનો ડર ન હોય તેમ બેફામ બનેલા વીજચોરો સામે તંત્ર દ્વારા તવાઈ હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામેલ છે. વીજ ચોરીના દુષણથી પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજરોજના મળતા અહેવાલો મુજબ પીજીવીસીએલ તંત્ર દ્વારા રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચેકિંગ કરીને વીજ ચોરીઓ પકડી પાડવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે રાજકોટ તાલુકામાં તા: 27-02-2024 થી તા: 02-03-2024 સુધીમાં સઘન વીજ ચેકિંગ કરી વીજ ચોરોને રંગેહાથો પકડી લેવામાં આવેલ હતા. એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના કાર્યક્ષમ ઈજનેરોની વીજચેકિંગની ટુકડીઓ ત્રાટકી હતી. જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા. જેમાં નીચે મુજબની વીજ ચોરી ઝડપાયેલ છે.

Advertisement

આમ, છેલ્લા પાંચ દિવસ સતત થયેલી વીજ ચેકિંગ ડ્રાઈવમાં કુલ 92.79 લાખની વીજ ચોરી પકડવામાં તંત્રને કાબેલેદાદ સફળતા પ્રાપ્ત થયેલ છે તેમજ તેવુ પુરવાર કરેલ છે કે વીજ તંત્ર વીજ ચોરીના દુષણને સમાજમાંથી હટાવવા માટે કટિબદ્ધ છે. એવા તંત્ર દ્વારા પણ કાર્યક્ષમ ઈજનેરોને બિરદાવેલ છે. હવે પકડાયેલ વિજચોરીઓના અંદાજીત દંડનીય આકારણીના બીલો ફટકારવામાં આવશે. આ અગાઉ પણ વીજ તંત્ર દ્વારા બોટાદ, જામનગર, ભાવનગર, મોરબી જીલ્લાઓ ખાતે વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું. જેમાં પણ માતબર રકમની વીજચોરીઓ પકડી પાડીને વીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવેલ હતી. આમ, તંત્ર દ્વારા દિવસ રાત એક કરીને વીજ લોસ ઘટાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના થકી પીજીવીસીએલ કંપનીને વીજ વિતરણ બાબતમાં એ રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા હાસલ કરેલ છે. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે.

Tags :
Electricity theftgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement