રાજ્યના છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘ મહેર, આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘ મહેર થયો છે. જેમાં સૌથી વધું વલસાડમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ નવસારીના ગણદેવીમાં 5 ઈંચ, પારડીમાં 4.5 ઈંચ, વાપીમાં 4 ઈંચ, ઉમરગાંવમાં 3 ઈંચથી વધુ, ધરમપુરમાં 3 ઈંચ અને કપરાડામાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ચીખલી અને જલાલપોરમાં પણ 4-4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. વાંસદામાં દોઢ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદ પડદવાની શક્યતાઓ છે. વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 28.66 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 18.13 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 16.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.