રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં મેઘમહેર, જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો

10:34 AM Jul 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં ચોમાસુ જામ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં બોટાદમાં 1 ઈંચથી વધુ, દસાડામાં દોઢ ઈંચ અને ટંકારામાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકા બે ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં પોણા બે ઈંચ, મોરબીના ટંકારામાં સવા ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં અડધો ઈંચ, લીલીયા, પાટણ વેરાવળમાં અડધો ઈંચ , માળીયા હાટીનામાં અડધો ઈંચ, ભાણવડમાં અડધો ઈંચ, કુકાવાવ, ખાંભામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 25.46 ટકા વરસાદ વરસ્યો હતો. તે સિવાય સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 35.44 ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 34.87 ટકા વરસાદ વરસ્યો હતો.

Tags :
gujaratgujarat newsMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement