For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉનામાં યુવકના ખિસ્સામાં રહેલ મોબાઈલ સળગ્યો, માંડ બચ્યો

12:16 PM Mar 16, 2024 IST | Bhumika
ઉનામાં યુવકના ખિસ્સામાં રહેલ મોબાઈલ સળગ્યો  માંડ બચ્યો

ગીરસોમનાથના ઉનામાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. મોબાઈલમાં આગ લાગવાની ઘટના ઈઈઝટ કેમેરામાં કેદ થઈ છે. જેમાં યુવકના ખિચ્ચામાં રાખેલો મોબાઈલ એકાએક ગરમ થયા બાદ સળગી ઉઠ્યો હતો. યુવકે સમય સૂચકતા વાપરી મોબાઈલને ખિચ્ચામાંથી બહાર ફેંક્યો હતો. મોબાઈલમાં બ્લાસ્ટ થવાથી યુવકને પગના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

Advertisement

મોબાઈલ બ્લાસ્ટનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, એક યુવક બેસેલો હોય છે તેની પાસે રહેલો મોબાઈલ અચાનક સળગવા લાગે છે અને ધુમાડો પ્રસરવા લાગે છે. યુવક મોબાઈલ હાથમાંથી નીચે ફેંકી દે છે. આમ તે મોબાઈલ એકાએક સળગી ઉઠે છે. જો કે, તે વીડિયો ખૂબ ચેતવતો છે. મોબાઇલમાં ખામી જણાતા તુરંતજ રિપેર કરાવી દેવો જોઈએ. મોબાઇલ ગરમ થતો હોય તો તેને અવશ્ય ચેક કરાવવો જોઈએ. મોબાઇલની બેટરી ફૂલી ગઇ હોય તો બદલવી અને મોબાઇલ ચાર્જ કરવા યોગ્ય ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ. મોબાઇલ પલળે નહીં તેનું ધ્યાન રાખવું અને મોબાઇલ પલળ્યો હોય તો તાત્કાલિક રિપેરિંગ સેન્ટરમાં જ રિપેર કરાવો. મોબાઇલને લઇને કોઇ રિપેરિંગ જાતે ન કરો તેમજ વધુ પડતી ગરમીથી પણ મોબાઇલને બચાવો. જોખમી લાગે તો મોબાઇલ ફોન બદલી લો તેમજ મોબાઇલને નિયમિત રૂૂપે ચકાસતા રહો. ખામીયુક્ત મોબાઇલ વાપરવાને બદલે બદલી લો અને વધુ વપરાશ થયો હોય તો બેટરી બદલી લો. મોબાઇલ કંપનીઓએે આપેલી ચેતવણીઓને સમજો. હ્રદય પાસે મોબાઇલ રાખવાનું ટાળવું જોઇએ.રાત્રે સુતી વખતે મોબાઇલ ઓસિકા પાસે રાખવાનું ટાળો તેમજ રાતભર મોબાઇલ ચાર્જ કરવાનું યોગ્ય નથી. મોબાઇલને ઓવરચાર્જ કરવો પણ હિતાવહ નથી

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement