રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયાની સરકારી કચેરીમાં વિવિધ દાખલાઓ માટે અરજદારોને હાલાકી

06:31 PM Mar 28, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ખંભાળિયા તાલુકાના ગ્રામીણ લોકોને જાતિ, નોન ક્રિમિલિયર, ઈ.બી.સી. સેવા સર્ટિફિકેટ કઢાવવા માટે અરજદારોને ખંભાળિયાની તાલુકા પંચાયત કચેરીમાં ફોર્મ વેરીફાઈ કરવા જવાનું રહે છે. ત્યાર બાદ અહીંની મામલતદાર કચેરીની એ.ટી.વી.ટી. શાખામાં ફોટો પ્રિન્ટ કઢાવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીની સહી કરવાની થાય છે.

ત્યારે મામલતદાર કચેરીમાં પ્રિન્ટ ફોટા પડાવવા માટે ટીડીઓ કચેરીનો ઓટીપી આવે પછી જ કામગીરી થતી હોય, આજરોજ સાંજ સુધી અરજદારોને ઓ.ટી.પી. ના આવતા લોકોએ વ્યાપક પરેશાનીનો સામનો કરવો પડતો પડ્યો હોવા અંગેની ફરિયાદો ઉઠવા પામી છે. હાલ ચૂંટણીલક્ષી કામગીરીના કારણે ઉપરોક્ત કામગીરી ખોરંભે પડી હોવાનું કહેવાય છે. આ અંગે તંત્ર દ્વારા કાયમી નિરાકરણ આવે તે માટેની માંગ થઈ રહી છે.

Tags :
gujaratgujarat newsKhambhaliaKhambhalia news
Advertisement
Next Article
Advertisement