For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિટી બસના ટેન્ડરમાં લોચો, ડ્રાઇવરની ઉંમરનો ઉલ્લેખ ભૂલાયો

03:56 PM May 21, 2025 IST | Bhumika
સિટી બસના ટેન્ડરમાં લોચો  ડ્રાઇવરની ઉંમરનો ઉલ્લેખ ભૂલાયો

ડ્રાઇવરોએ આઈડી કાર્ડ અને લાઇસન્સ રાખવું ફરજિયાત નહીં તો 25 કિ.મી. લેખે દંડને પાત્ર, મનપાને ફક્ત વસુલાતમાં જ રસ

Advertisement

મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ સેવામાં ઘણા સમયથી ધાંધિયાઓ શરૂ થયા છે. ઈંન્દિરા સર્કલ સીટીબસ દુર્ઘટના બાદ ઉહાપો બોલી જતાં તંત્રએ સીટીબસના ટેન્ડરમાં દર્શાવેલ નિયમોની અમલવારી કરવાનું શરૂ કર્યુ છે અને એજન્સીઓ તેમજ ડ્રાયવરો વિરુદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ સીટીબસના ટેન્ડરમાં ડ્રાયવરોની ઉંમરનો ઉલ્લેખ કરવાનું ભુલાય ગયેલ હોય એજન્સી નિયમોને આધારીત કોઈપણ ઉંમરના ડ્રાઈવરને સીટીબસમાં ચડાવી શકે છે. જેના લીધે અકસ્માતનો ભય કાયમી જડુમતો રહ્યો છે. જેની સામે તંત્ર દ્વારા ડ્રાયવર પાસે હાજરમાં લાયસન્સ અને આઈડી પ્રુફ ન હોય તો 25 કિલો મીટરની જોગવાઈ મુજબની દંડની વસુલાત કરવાનો ઉલ્લેખ કરાયો છે. અને તેની અમલવારી કરવામાં કચાસ રખાતી ન હોય અધિકારીઓએ ટેન્ડરમાં આવડી મોટી ભુલ કેમ કરી તે અંગે ચર્ચા જાગી છે.

મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સીટીમાં ઈલેક્ટ્રીકલ બસદોડાવવામાં આવી રહી છે. ત્યારે ઈન્દિરા સર્કલ દુર્ઘટના બાદ વિપક્ષ દ્વારા હોબાળો હોલાવતા હવે તંત્રએ એજન્સી વિરુદ્ધ પગલા લેવાનું શરૂ કર્યુ છે. અકસ્માત બાદ ડ્રાયવરોની સલામતી અને ડ્રાયવરના લાયસન્સ મુદ્દે તંત્રએ ચેકીંગ કાર્યવાહી હાથ ધરેલ તેમજ ટેન્ડરની શરત મુજબ ડ્રાઈવર પાસે આઈડી કાર્ડ અને લાયસન્સ ન હોય તો એજન્સીને કિલોમીટર મુજબ દંડ ફટકારવામાં આવે તેવા નિયમની અમલવારી શરૂ કરી એજન્સીને બબ્બે વખત દંડ ફટકાર્યો હતો. જેની સામે અકસ્માતમાં ડ્રાયવર જ કારણભૂત હોય છે.

Advertisement

તેવુ સાબિત થતાં ડ્રાયવરોનું હેલ્થ ચેકઅપ સહિતના પગલા પણ લેવામાં આવી રહ્યા છે. પરંતુ ટેન્ડરમાં દર્શાવેલ શરત મુજબ જ તંત્ર કામગીરી કરતું હોય એજન્સીએ રાહતનો શ્ર્વાસ લીધો છે. કારણ કે, ટેન્ડરમાં ડ્રાયવરની ઉંમરનો કોઈ ઉલેખ કરવામાં આવેલ ન હોય એજન્સીને મોકળુ મેદાન મળી ગયું છે. એક તો અછત અને ઓછો પગાર હોવાથી ડ્રાયવરો મળવા મુશ્કેલ હોય મોટી ઉંમરના ડ્રાયવરનેે પણ બસ ચલાવવામાં આપાતી હોવાની ચર્ચા જાગતા હવે નવા ટેન્ડરમાં સંભવત ડ્રાયવરનો ઉંમરનો ઉલેખ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.

100થી વધુ સિટી બસ આજે પણ બંધ
મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સીટીમાં તમામ બસો ઈલેક્ટ્રીક દોડાવવામાં આવી રહી છે. ઈન્દિરા સર્કલ દુર્ઘટના બાદ ડ્રાયવરોની હડતાલના કારણે અમુક રુટ બંધ થઈ ગયા હતાં. જે રાબેતા મુજબ થતાં ભારે ગરમીના કારણે ઈલેક્ટ્રીક બસોના સેન્સરો ખરાબ થઈ જતાં તેમજ બેટરી હિટઅપ થવાના કારણે 150થી વધુ બસ વર્કશોપમાં મોકલવામાં આવી હતી. જેનું રિપેરીંગ કામ હજુ પણ ચાલુ હોય આજની તારીખે અલગ અળગ રૂટ ઉપર દોડતી તેમજ બીઆરટીએસ બસ 100થી વધુ બંધ હોવાનું જાણવા મળેલ છે. જેના લીધે મુસાફરોને ભારે હાલાકી થતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement