For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હદના વિવાદમાં મોતનો ખાડો ખુલ્લો રહ્યો, વૃદ્ધનો જીવ માંડ બચ્યો

03:51 PM Aug 01, 2024 IST | admin
હદના વિવાદમાં મોતનો ખાડો ખુલ્લો રહ્યો  વૃદ્ધનો જીવ માંડ બચ્યો

ગ્રીનલેન્ડ ચોકડીએ જોખમી ખાડાની જવાબદારી લેવામાં હાઇવે ઓથોરિટી અને કોર્પોરેશન વચ્ચે ફેંકાફેંકી

Advertisement

ચાલુ વરસાદે સ્કૂટરસવાર વૃધ્ધ ફસાતા લોકોએ જીવ બચાવ્યો

ગ્રીનલેન્ડ ચોકડી પાસેના રોડ પર વરસાદી પાણી વચ્ચે આજે એક વૃધ્ધ સ્કુટર સાથે રોડ પરના ખાડામાં ફસાઇ જતા રાહદારીઓએ માંડમાંડ બચાવ્યા હતા.

Advertisement

જાણકારોએ કહ્યું હતું કે ઉપરોકત જગ્યાએ રોડ પરની ભુગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી વૃધ્ધ સ્કુટર સાથે અચાનક ફસાઇને ખાડામાં ગબડયા હતા. પણ બનાવ નજરે જોનારા રાહદારીઓએ તાત્કાલીક દોડી જઇને વૃધ્ધને મહામહેનતે ખાડાની બહાર કાઢયા હતા.

બનાવ સ્થળે હાજર લોકોએ રોષભેર આક્રોશ આક્ષેપ વ્યકત કરતાં કહ્યું હતું કે વૃધ્ધ ભુગર્ભ ગટરના ખાડામાં ફસાયાની મનપાને જાણ કરાઇ હતી પણ બનાવનું સ્થળ હાઇવે ઓથોરીટીનું હોવાનું જવાબ મળ્યો હતો.
જો કે ભુગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી આ મોતના કુવા સમાન ખાડામાં વૃધ્ધ ફસાયા હતા. તેઓને સામાન્ય ઇજા સાથે સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. સંબંધીતો તાકીદે આ ખાડો કે ગટર ઢાંકે તેવી માંગ થઇ છે.આ સ્થળની હદ માટે હાઇવે ઓથોરીટી અને મહાનગરપાલિકા વચ્ચે જવાબદારીથી ફેંકાફેંકી થઇ રહી હોવાથી મોતનો ખાડોે ખુલ્લો જ રહ્યો છે ત્યારે કોઇનો ભોગ લેવાય તે પહેલા તંત્રની સંવેદના જાગે તે જરૂરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement