For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપરમાં પ્રેમિકાના પતિ અને દિયરની ધમકીથી ડરી ગયેલા પ્રેમીનો ગેસ્ટહાઉસમાં ફાંસો ખાઇ આપઘાત

01:16 PM Nov 22, 2025 IST | Bhumika
શાપરમાં પ્રેમિકાના પતિ અને દિયરની ધમકીથી ડરી ગયેલા પ્રેમીનો ગેસ્ટહાઉસમાં ફાંસો ખાઇ આપઘાત

મૂળ ગોંડલના કમઢીયા ગામનો વતની અને હાલ શાપરમાં રહેતા યુવાનને હોટેલમાં તેની પ્રેમિકાના પતિએ પકડી લીધો હતો. બાદમાં પ્રેમિકાના પતિ અને તેના ભાઇએ યુવાન સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હતી. જે ધમકીથી ડરી જઇ યુવાને ગેસ્ટહાઉસના રૂૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે યુવાનના ભાઇની ફરિયાદ પરથી પોલીસે બંને સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Advertisement

બનાવ અંગે ગોંડલના કમઢીયા ગામે રહેતા સિદ્ધરાજભાઈ જેન્તીભાઈ પરમાર (ઉ.વ. 29) નામના યુવાને શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ રાજકોટમાં કટારીયા ચોકડી પાસે રંગોલી હાઈટ્સમાં રહેતા મૂળ વિસાવદરના જાંબુડા ગામના વતની સાગર મનજીભાઈ સાગઠીયા,, રવિ મનજીભાઈ સાગઠીયાના નામ આપ્યા છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના માતા-પિતાનું 15 વર્ષ પૂર્વે અવસાન થયું છે અને તેમને બે ભાઇ બે બહેનનો પરિવાર છે. જેમાં સૌથી નાનો જયદીપ(ઉ.વ. 24) હતો.

ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના નાનોભાઈ જયદીપ જયંતીભાઈ પરમાર (ઉ.વ. 24 રહે. હાલ શાપર, વ્રજવાટીકા સોસાયટી, મૂળ કમઢીયા) બે વર્ષથી શાપરમાં રહેતો હતો અને બજાજ ફાઇનાન્સમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. ગઈકાલ સવારના 9:00 વાગ્યા આસપાસ કુટુંબીભાઈ રતિભાઈમાં જયદીપના પાર્ટનર સાગર મનજીભાઈ સાગઠીયાના ભાઈ રવિ મનજીભાઈ સાગઠીયાનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, ગઈકાલ રાત્રિના જયદીપ તથા મારા ભાઈ સાગરની પત્નીને અમે બંને ભાઈઓએ શાપરમાં હોટલ પાસે પકડયા છે. જેથી મેં તથા મારા ભાઈ સાગરે જયદીપને બીજીવાર મારી ભાભી સાથે નહીં દેખાવાનું કહ્યું છે અને દેખાશે તો જાનથી મારી નાખીશું અને બાદમાં જયદીપને જવા દીધો હોવાની વાત કરી હતી. જેથી યુવાન તથા તેના કૌટુંબિકભાઈ રતિભાઈ જયદીપને શોધવા માટે નીકળ્યા હતા. પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો યુવાન તેની ઓફિસે જતા જાણવા મળ્યું હતું કે, જયદીપે તેની ઓફિસની ઉપર પ્રગતિ મોલમાં આવેલ નીલમ ગેસ્ટ હાઉસમાં રૂૂમમાં ગળાફાંસો ખાઈ લીધો છે. તબીબે અહીં આવી જોઇ તપાસી યુવાને મૃત જાહેર કર્યો હતો.

Advertisement

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, જયદીપને સાગરની પત્ની સાથે અફેર હોય બંને શાપરમાં આવેલી હોટલે ભેગા થયા હતા તે સાગરની માલુમ પડતા સાગર તથા તેનો ભાઈ રવિએ જયદીપને ધમકાવ્યો હતો અને ઝઘડો કર્યો હતો. જેથી લાગી આવતા જયદીપે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી પોલીસે આ બંને ભાઈઓ સામે યુવાનને મરવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement