રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી બે દિવસ ફરી માવઠાનું કમઠાણ, 7મીથી ઠંડીનો રાઉન્ડ

01:35 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠવાના માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે. આગામી 5 અને 6 ફેબ્રુઆરી સુધી કચ્છમાં કમોસમી વરસાદી ઝાંપટા પડવાની પુરેપુરી શક્યતા છે. આગાહીકાર અંબાલાલે જણાવ્યું કે, આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે.
આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદનું અનુમાન છે. અંબાલાલની આગાહી મુજબ 3 થી 5 ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણના કારણે હળવા ઝાપટા પડી શકે છે. તો રાજ્યના અન્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનનું જોર પણ વધશે.

Advertisement

અંબાલાલના અનુમાન મુજબ ઉત્તરભારતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.તો પશ્ચિમી વિક્ષેપ પૂર્ણ થતાં ગુજરાતમાં ભારે ઠંડી નું મોજું ફરી નિવડશે, એટલે કે આગામી 7 થી 9 ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર ગુજરાત,કચ્છના ભાગોમાં ઠંડી પડી શકે છે. આ સમયે ન્યનીતમ તાપમાન 10 ડિગ્રી જવાની શક્યતા છે.અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત નાં કેટલાક વિસ્તારોમાં 6 ડિગ્રી સુધી ન્યુનીતમ તાપમાન જઈ શકે છે. 19 થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે જના પગલે ને ગરમીમાં વધારો થશે. આ સમય દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

Tags :
gujaratgujarat newsunseasonal rain
Advertisement
Next Article
Advertisement