રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સત્યમ કોલોની રોડમાં ભ્રષ્ટાચારના પોપડાં ઊખડી પડ્યા

12:06 PM Aug 20, 2024 IST | admin
Advertisement

એક જ વર્ષમાં સિમેન્ટ પરનો ડામર વરસાદમાં ધોવાઈ જતાં બેસુમાર ગાબડાં, વાહનચાલકો પરેશાન

Advertisement

જામનગર મહાનગરપાલિકા રસ્તાઓ પાછળ લાખો કરોડોનો ખર્ચ શા માટે કરે છે અને કેવી રીતે કરે છે, એ સમજવા સત્યમ કોલોની રોડ બેસ્ટ ઉદાહરણ છે. માત્ર એક જ વરસાદમાં આ રસ્તાના ચીંથરા નીકળી ગયા છે જે દર્શાવે છે કે, મહાનગરપાલિકા માટે ભ્રષ્ટાચાર પરમો ધર્મ છે.

જામનગરમાં એરફોર્સ-ટુ ના ગેટ પાસેથી છેક સમર્પણ સર્કલ સુધી એકદમ લાંબો રસ્તો આવેલો છે. આ રસ્તાનો સત્યમ અન્ડર બ્રિજ સુધીનો ભાગ સત્યમ કોલોની રોડ તરીકે ઓળખાય છે. અહીં મહાનગરપાલિકાએ ખાસ આવાસ યોજનાનું નિર્માણ કરેલું છે. આ સત્યમ કોલોની રોડ ખૂબ જ મહત્વપૂર્ણ અને ધમધમતો માર્ગ છે. શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાંથી જે હજારો વાહનચાલકોએ સમર્પણ સર્કલ કે ખંભાળિયા ધોરીમાર્ગ પર જવું હોય તેવા તમામ વાહનચાલકો અહીંથી પસાર થતાં હોય છે.

આ ઉપરાંત સેંકડો સોસાયટીના હજારો વાહનચાલકો પણ આ એકમાત્ર મુખ્ય રસ્તા પરથી રાતદિવસ પસાર થતાં હોય છે. આ રસ્તા પર મહાનગરપાલિકાની ખાસ આવાસ યોજના નજીક અગાઉ સિમેન્ટ રોડ હતો, આ સિમેન્ટ રોડ તૂટ્યો ન હતો છતાં કોન્ટ્રાક્ટરને કમાણી કરાવી અપાવવા અહીં મહાનગરપાલિકાએ ડામર રોડ બનાવ્યો. આ ડામર રોડ ખૂબ જ ખરાબ રીતે બનાવાયો હતો. આ રસ્તો એક જ વર્ષમાં સાવ તૂટી ગયો અને મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના તમામ પોપડાં ઉખડી ગયા. આથી આબરૂૂ ઢાંકવા મહાનગરપાલિકાએ અહીં એક વખત જેસીબી વડે સંખ્યાબંધ પોપડાં હટાવ્યા, આમ છતાં આજની તારીખે આ ધમધમતા રસ્તાની ભયાનક સ્થિતિ અહીં તસવીરમાં જોઈ શકાય છે.

મહાનગરપાલિકાનો આ વોર્ડ નંબર 7 આમ તો શહેરનો કિંમતી વોર્ડ લેખાય છે અને અહીં પસેવા કરવાથ ચૂંટણીઓ ટાણે કોર્પોરેટર બનવા પડાપડી થતી હોય છે. પરંતુ આ વોર્ડના સૌથી મુખ્ય અને સતત ધમધમતાં આ રસ્તાની આટલી ભંગાર હાલત જોઈ રહેવાસીઓ વિચારી રહ્યા છે કે, આ રસ્તા પરથી પસાર થતી વખતે આપણાં લાડીલા નગરથસેવકોથનો આત્મા, આ રસ્તાની હાલત જોઈ કકળી નહીં ઉઠતો હોય ?! આ રસ્તાના નિર્માણમાં આટલો ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવાની કોન્ટ્રાક્ટરને પપરવાનગીથ કોણે આપી હશે ?! મહાનગરપાલિકાના ઈજનેરો અને સુપરવાઈઝરો અંગૂઠાછાપ છે ?! એવું પણ રહેવાસીઓ વિચારી રહ્યા છે. કેટલાંક રહેવાસીઓ એવું પણ વિચારતા હશે કે, કોન્ટ્રાક્ટરનું પપેટથ મોટું હશે. જે હોય તે, વોર્ડના સ્થાનિક નેતાઓએ હજારો લોકોને આ ભયંકર ત્રાસમાંથી તાકીદે છોડાવવા જોઈએ અને આ રસ્તાના ભ્રષ્ટાચારના એક્સ રે ની જાણકારીઓ મેળવવી જોઈએ.

Tags :
gujaratgujarat newsjamnaagrnewsjamnagarSatyam Colony Road
Advertisement
Next Article
Advertisement