રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાગરનગરમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સને ટપારતા યુવક ઉપર હુમલો

04:58 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં માર્કેટયાર્ડ પાસે આવેલા સાગરનગરમાં ધૂળેટીના દિવસે દારૂૂના નશામાં ગાળો બોલતા શખ્સને ટપારતા યુવક ઉપર ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માર્કેટ યાર્ડ પાસે આવેલા સાગરનગરમાં રહેતા મુકેશ મનસુખભાઈ વઢીયારા નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં સંત કબીર રોડ ઉપર ખટારા સ્ટેન્ડ પાસે હતો ત્યારે જયેશ અને કાળુ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા મુકેશ વઢીયારાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં મુકેશ વઢીયારા શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ધૂળેટીના દિવસે હુમલાખોર જયેશ દારૂૂના નશામાં ગાળો બોલતો હતો જેથી મુકેશ વઢીયારાએ ગાળો બોલવાની ના પાડ્યાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં ગોંડલ રોડ ઉપર આવેલા નાગબાઈપરામાં રહેતા જીતેન્દ્ર મુળાભાઈ પરમાર (ઉ.વ.39) ઉપર જુની અદાવતમાં રસીક, વિશાલ અને ભરત સહિતના શખ્સોએ હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો જ્યારે વળતા પ્રહારમાં સુમિતાબેન રસિકભાઈ ચૌહાણ (ઉ.વ.45)ને પણ જીતુ નામના શખ્સે પાઇપ વડે માર માર્યો હતો. ગંજીવાડામાં રહેતા સહેજાદ સિરાજભાઈ જુણેજા નામનો 27 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે રવિ અને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો જ્યારે ગોંડલ હાઇવે ઉપર કુંદનબેન પીતાંબરભાઈ પાટીલ નામના 50 વર્ષના પ્રોઢા સાથે કલ્પનાબેન નામની મહિલાએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. ઉપરોક્ત મારા મારીમા ઘવાયેલી મહિલા સહિત તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement