For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોહીદાસપરામાં દારૂના નશામાં યુવાને પેટ્રોલ છાંટી જાત જલાવી

06:18 PM Feb 19, 2024 IST | Bhumika
રોહીદાસપરામાં દારૂના નશામાં યુવાને પેટ્રોલ છાંટી જાત જલાવી

શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર રોહીદાસપરામાં રહેતા યુવાને દારૂના નશામાં જાતે જ શરીરે પેટ્રોલ છાંટી જાત જલાવી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર રોહીદાસપરા શેરી નં.7માં રહેતા અશોક મંગાભાઇ ચૌહાણ (ઉ.38) નામના યુવાને આજે સવારે નવ વાગ્યાના અરસામાં પોતાના ઘરે દારૂના નશામાં જાતે શરીરે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી લેતા સળગવા લાગ્યો હતો. જેથી પરિવારજનોએ તેને ઠારી ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં અશોક બે ભાઇમાં નાનો અને ડ્રાઇવીંગ કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. દારૂ પીવાની કુટેવ હોવાથી દારૂના નશામાં આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ નિવેદન નોંધવા તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement