For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

150 ફૂટ રિંગ રોડ ઉપર ખાનગી બસોને શરતી મંજૂરી

06:23 PM Feb 19, 2024 IST | Bhumika
150 ફૂટ રિંગ રોડ ઉપર ખાનગી બસોને શરતી મંજૂરી
  • માત્ર પિકઅપ ડ્રોપ પૂરતી બસ ઊભી રાખી શકાશે, ટ્રાફિકને અડચણરૂપ બસ નહીં રાખવાની શરતે રૈયા ચોકડી પાસે પાર્કિંગની છૂટ

રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ પર ખાનગી લકઝરી બસો પર પ્રવેશબંધી ફરમાવતું પોલીસ કમિશ્નરના જાહેરનામા સામે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય અને બસ ઓપરેટરોને પણ નુકસાની થતી હોય આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યા બાદ વચલો રસ્તો કાઢીને 150 ફુટ રીંગ રોડ પર ખાનગી બસોને શરતી મંજુરી આપવામાં આવી છે જેનો આજથી અમલવારી શરૂ પણ કરી દેવામાં આવી છે. રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ પર ટ્રાફીક સમસ્યાને ધ્યાને લઈને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ખાનગી બસોને પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડયું હતું. જેનો ભારે વિરોધ થયો હતો. રાજકોટ શહેરમાં ખાનગી લકઝરી બસને પ્રવેશબંધી ફરમાવી દેતાં મુસાફરોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હતી. ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી અને ગોંડલ રોડ ચોકડી પાસે મુસાફરોને ઉતારી દેવામાં આવતાં હોય જેના કારણે બસ કરતાં મુસાફરોને ડબલ રીક્ષા ભાડા ખર્ચવા પડતાં હતાં.

Advertisement

આ ઉપરાંત ખાનગી બસ ઓપરેટરોને પણ મુસાફરોની સંખ્યા ઘટી જતાં ભારે નુકસાની જતી હોય આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી અને ખાનગી બસના ઓપરેટરોએ હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતાં. સરકાર સમક્ષ કરેલી રજુઆતને ધ્યાને લઈ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે વચલો રસ્તો કાઢીને 150 ફુટ રીંગ રોડ પર ખાનગી બસોને શરતી મંજુરી આપી છે. 150 ફુટ રીંગ રોડ પર પીકઅપ અને ડ્રોપ પોઈન્ટ ઉપર પેસેન્જરોને માત્ર ચડાવવા ઉતારવા પુરતી જ બસ ઉભી રાખી શકાશે. આ સિવાય 150 ફુટ રીંગ રોડ પર એક પણ સ્થળે બસ પાર્કીંગ કરાશે નહીં. જ્યારે બસ ઓપરેટરો દ્વારા રૈયા રોડ પર આવેલ તેમના ખાનગી પાર્કીંગ સ્થળે જ લકઝરી બસો ઉભી રાખી શકશે. આ સિવાય પાર્કીંગ સ્થળ કે 150 ફુટ રીંગ રોડ પર કોઈપણ સ્થળે ટ્રાફીકને અડચણ રૂપ લકઝરી બસ ઉભી રાખવામાં આવશે તો તેને ડિટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

Advertisement

ઉપાડવાના સમય પહેલાં જ 10 મિનિટ માટે બસ ઓફિસે લાવવી: પ્રમુખ દશરથસિંહ વાળા
રાજકોટનાં 150 ફુટ રીંગ રોડ પર ખાનગી લકઝરી બસોને શરતી મંજુરી આપવામાં આવી છે ત્યારે આ તકે ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રમુખ દશરથસિંહ વાળાએ ‘ગુજરાત મિરર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પેસેન્જરો અને બસના ઓપરેટરો માટે આ ખુશીની વાત છે આવતીકાલથી બસોને પાર્કીંગ ન કરવાની શરતે પીકઅપ અને ડ્રોપ પોઈન્ટ પર બસ લાવવાની મંજુરી આપેલી છે. બસ ઉપાડવાના ટાઈમથી 10 મિનિટ પહેલા જ પાર્કીંગ સ્થળેથી ઓફિસે બસ લાવવાની રહેશે. જ્યારે બસનું પાર્કીંગ રૈયા ચોકડી પાસે જનતા ડેરી નજીક ખાનગી પ્લોટમાં કરવાનું રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement