ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત

04:35 PM Jul 10, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

શહેરના દુધસાગર રોડ રિધ્ધી-સિધ્ધી સોસાયટી હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં મુસ્લીમ પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી. આ મામલે પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે, મહીલાને પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આ અંગે થોરાળા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે.

બનાવની વધુ વિગતો અનુસાર દુધસાગર રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટી હાઉસીંગ બોર્ડ શેરી નં.15માં રહેતા ફરજાનાબેન રીઝવાનભાઇ કાદરી (ઉ.35)એ ગળેફાંસો ખાઇ લેતા તેમને સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ મામલે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જીંજાળાએ તપાસ શરૂ કરી છે. તેમજ પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે, ફરજાનાબેનના લગ્ન 14 વર્ષ પહેલા થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર છે. તેઓ બિમાર હોય તેણી જંગલેશ્વરમાં માવતરના ઘરે રોકાવા ગઇ હતી. ત્યારબાદ રવિવારે તેમના પતિ ઘરે લઇ ગયા હતા. ફરઝાનાબેને ગૃહકંકાસથી કંટાળી પગલુ ભરી લીધાની આશંકા છે. હાલ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Advertisement