રાજકોટમાં મેઘરાજાના તાંડવથી 1નું મોત, 50 લોકોનું કરાયું દિલધડક રેસ્ક્યૂ
રાજકોટમાં ભારે વરસાદે તબાહી છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા.
ત્યારે શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલો લલુડી વોકળી વિસ્તાર, જ્યાં વરસાદને કારણે 15 ફૂટ જેટલાં પાણી ભરાયાં હતાં અને એને કારણે ત્યાં ઘરોમાં રહેતા 2000 જેટલા લોકો ફસાઇ ગયા હતા. જોકે આ વિસ્તારમાંથી ધીમે ધીમે પાણી ઊતરી રહ્યું છે.
વરસાદને કારણે અહીં 15 ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું હતું. જેથી અનેક લોકો લોકો ફસાઇ ગયાં હતાં. ત્યારબાદ NDRF, ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્ર સહિતની સુરક્ષા એજન્સીઓ લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ શરુ કર્યું હતું. 50 વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી એકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું તો અન્ય વ્યક્તિ જે હોસ્પિટલમાં કોમામાં હતી તેનું પણ મૃત્યુ થયું હતું. સોરઠિયાવાડી સહિતનો વિસ્તાર ઊંચો આવી ગયો હોવાથી નીચાણવાળા લલુડી વોકળીમાં દર વર્ષે પાણી ભરાઇ જાય છે. આ વખતે થોડું વધારે પાણી ભરાઇ ગયું હતું, જેથી અમે લોકો માટે સવાર-સાંજના ભોજન માટેની વ્યવસ્થા કરી હતી.