રાજકોટમાં દારૂના નશામાં મિત્રો સાથે ઠેકડા-ઠેકડી કરતા આધેડ હોળીમાં ખાબક્યા
જસદણ તાલુકાના રાજાવડલા ગામે રહેતા આધેડ રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં હતા ત્યારે હોળીની રાત્રે મિત્રો સાથે દારૂૂના નશામાં ઠેકડા ઠેકડી કરતી વખતે સળગતી હોળીમાં ખાબકયા હતા. ઘટનાની કોઈને જાણ ન થાય તેવા ઇરાદે ગામડે ભાગી ગયા હતા પરંતુ પીડા ઉપાડતા રાજકોટ સારવારમાં ખસેડા હતા ઘટના પ્રકાશમાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના રાજા વડલા ગામે રહેતા રમેશભાઈ ગંગદેવભાઈ ઓળકીયા નામના 50 વર્ષના આધેડ ગત તા.24 ના રોજ ધુળેટીના દિવસે રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં હતા ત્યારે મિત્રો સાથે દારૂૂના નશામાં હોળી ઠેકતા હતા તે દરમિયાન રમેશભાઈ ઓળકીયા સળગતી હોળીમાં ખાબકતા ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ ઘટના અંગે કોઈને જાણ ન થાય તેવા ઈરાદે રમેશભાઈ ઓળકીયા રાજાવડલા ગામે ભાગી ગયા હતા પરંતુ પીડા ઉપડતા પરત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ઘટના પ્રકાશમાં આવી હતી આ ઘટના અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.