For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ધરાર પ્રેમીના ત્રાસથી છાત્રાનો આપઘાતનો પ્રયાસ

11:24 AM Aug 21, 2024 IST | Bhumika
રાજકોટમાં ધરાર પ્રેમીના ત્રાસથી છાત્રાનો આપઘાતનો પ્રયાસ
Advertisement

ડોકટરનો ઓનલાઈન અભ્યાસ કરતી યુવતીને છેલ્લા ચાર વર્ષથી સંબંધ રાખવા દબાણ કરતાં શખ્સે ફડાકો મારી દેતા પગલું ભયુર્ં

બેટી બચાવો, બેટી પઢાઓ સ્લોગન વચ્ચે બાળાઓ અને મહિલાઓ સુરક્ષીત ન હોય તેમ અનેક અઘટીત ઘટનાઓ ઘટી છે. જેના દેશભરમાં પડઘા પડી રહ્યાં છે. હાલ બંગાળની મહિલા તબીબ પરના રેપ વીથ મર્ડર કેસના પ્રકરણના પડઘા હજુ શાંત પડયા નથી ત્યાં રાજકોટમાં આવેલા ભગવતીપરા વિસ્તારમાં રહી ડોકટરનો ઓનલાઈન અભ્યાસ કરતી છાત્રાને ધરાર સંબંધ રાખવા છેલ્લા ચાર વર્ષથી ત્રાસ આપતાં શખ્સે ગઈકાલે છાત્રાનો પીછો કરી ફડાકો ઝીંકી દીધો હતો. ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી ગયેલી છાત્રાએ બિમારીની વધુ પડતી ગોળીઓ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી અને ડોકટરનો ઓનલાઈન અભ્યાસ કરતી 19 વર્ષની યુવતી ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે બિમારીની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને બિમારીની વધુ પડતી દવા પી લેનાર યુવતીનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

આ અંગે બિમારીની દવા પી લેનાર યુવતીની પ્રાથમિક પુછપરછમાં તેના પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેણી એક ભાઈ ત્રણ બહેનમાં મોટી છે અને હાલ ડોકટરનો ઓનલાઈન અભ્યાસ કરે છે. યુવતી શ્રોફ રોડ પર આવેલી લાઈબ્રેરીમાં નિત્ય ક્રમ મુજબ દરરોજ અભ્યાસ કરવા માટે જાય છે ભગવતીપરા વિસ્તારમાં જ રહેતા જતીન નામનો શખ્સ યુવતીને છેલ્લા ચાર વર્ષથી ધરાર સંબંધ રાખવા દબાણ કરી રહ્યો છે અને ગઈકાલે યુવતી શ્રોફ રોડ પર આવેલી લાઈબ્રેરીમાંથી ઓનલાઈન અભ્યાસ કરી ઘરે પરત ફરી રહી હતી ત્યારે જતીન નામના શખ્સે પીછો કરી તેણીને ધરાર સંબંધ રાખવા ધાક ધમકી આપી ફડાકો મારી દીધો હતો. ધરાર પ્રેમીએ ફડાકો મારી દેતાં યુવતીએ આવેશમાં આવી પોતાના ઘરે ચાલી ગઈ હતી અને તેણીએ બિમારીની વધુ પડતી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ધરાર પ્રેમીને ઝડપી લેવા ચક્રો ગતિમાન

કલકત્તામાં ટ્રેઈની મહિલા તબીબ ઉપર થયેલા ગેંગ રેપ અને હત્યાના પ્રકરણના દેશભરમાં પડઘા પડયા છે અને મૃતક યુવતી અને તેના પરિવારને ન્યાય અપાવવા રાજકોટ ખાતે પણ તબીબો છેલ્લા પાંચ દિવસથી હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે રાજકોટમાં પણ આવારા તત્વો યુવતી અને મહિલાઓની પજવણી કરતાં હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે કલકત્તાના ચકચારી પ્રકરણના પડઘા વચ્ચે રાજકોટની ઓનલાઈન અભ્યાસ કરતી છાત્રાને ધરાર સંબંધ રાખવા છેલ્લા ચાર વર્ષથી ધાક ધમકી આપી ત્રાસ ગુજારતા શખ્સને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement