રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાર્ટફેઇલ : રાજકોટમાં વિકલાંગ યુવતીનો શ્ર્વાસ થંભી ગયો

03:38 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના કારણે અનેક લોકોના મોત નીપજ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટમાં વધુ એક વિકલાંગ યુવતીનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતી દિવ્યાબેન ફુલચંદભાઈ પટેલ નામની 18 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે તેને વહેલી સવારે હદયરોગનો હુમલો આવતા ઢળી પડી હતી. યુવતીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિવ્યાબેન પટેલ મૂળ ઉત્તરપ્રદેશની વતની છે. અને બે ભાઈ બે બહેનના મોટી અને તેણી વિકલાંગ હતી. યુવતીને આવેલો હદયરોગનો જીવલેણ નિવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement