રેલનગરમાં યુવાને દારૂના નશામાં એપાર્ટમેન્ટના ચોથા માળેથી લગાવી છલાંગ
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ સાધુ વાસવાણી કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે દારૂૂના નશામાં પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જેથી કંટાળીને પત્ની દરવાજા બંધ કરી નીચે ચાલી ગઈ હતી. બાદમાં દારૂૂના નશામાં પતિએ ચોથા માળેથી છલાંગ લગાવી હતી. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ સાધુવાસવાણી કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ પરસોત્તમભાઈ સાવલાણી નામનો 40 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના એપાર્ટમેન્ટમાં ચોથા માળે હતો ત્યારે દારૂૂના નશામાં છલાંગ લગાવી હતી. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સુનિલ સાવલાણીને સંતાનમાં ત્રણ પુત્ર છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુનીલ સાવલાણી ગઈકાલે મિત્રો સાથે દારૂૂ પી ઘરે આવ્યા બાદ પત્ની કાજલબેન સાથે ઝઘડો કર્યો હતો. પતિના ઝઘડાથી કંટાળી કોમલબેન દરવાજો બંધ કરી નીચે ચાલી ગઈ હતી જેથી પતિ સુનિલ સાવલાણીએ ચોથા માળેથી છલાંગ લગાવતા ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.