પ્રભાસપાટણમાં પાલિકાના પાપે ગંદકીનું સામ્રાજ્ય
ભયંકર રોગચાળાની લોકોમાં સેવાતી ભીતિ
પ્રભાસપાટણ સોમનાથ ખાતે નગરપાલિકાની બેદરકારીને કારણે ઠેર ઠેર ગંદકી જોવા મળે છે અને આ ગંદકીમાં ગાયો ખુટીયા ભુંડ સહિતના પસુઓ પ્લાસ્ટિકની થેલીમાંથી કચારા અને ખાધ પદાર્થો ખાતા હોય છે તેમજ તેવો ગંદકીમાં આળોટી અને બજાર તેમજ રહેણાંક વિસ્તારમાં આટા મારતા હોવાથી વધુ ગંદકી ફેલાવે છે
પ્રભાસપાટણ શહેરમાં ખુબ ગીચ વસ્તી અને મુખ્ય બજાર અને શહેરના અન્ય વિસ્તારોમાં સંકડાઈ આવેલ છે અને તેમાં ઠેર ઠેકાણે ગંદકીને કારણે લોકો ખુબજ પરેશાન છે આ ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળામાં વધારો થાય છે કચરો એકઠો કરવા નગરપાલિકાનું ટીપર વાહન આવે છે પરંતુ તે ઝડપથી પસાર થાય છે જેથી કચરો નાખી શકાતો નથી.
શાન્તી નગર વિસ્તારમાં મંગલમ્ સોસાયટીમાં ધણા સમયથી રસ્તા થયેલ નથી અને ત્યાં સીમ શાળા આવેલી છે જેના બાળકો ખુબજ હેરાન થાય છે તે વિસ્તારના નગરપાલિકાના કોંગ્રેસ સભ્ય પહેલા ખુબજ રજુઆત કરતા પરંતુ નગરપાલિકા ના સભ્ય બન્યા બાદ શાન્ત થયેલ છે.
લોકો નગરપાલિકાના તમામ વેરા સમય સર ભરે છે પરંતુ તેવોને પાયા ની સુવિધાઓ મળતી નથી જેથી લોકો ખુબજ પરેશાન છે લોકોની માંગણી છે કે ગંદકી દુર કરી રોડ રસ્તાની સુવિધાઓ ઉભી કરવા માંગણી કરવામાં માંગણી કરવામાં આવેલ છે