પોરબંદરમાં આર્થિક ભીંસ દૂર કરવા પ્રેમીએ પ્રેમિકાના ઘરમાંથી 1.70 લાખની ચોરી કરી
પોલીસે આરોપીને પકડયો, પ્રેમિકાએ પણ મદદગારી કરી હોવાનું ખુલ્યું
પોરબંદરના હાઉસીગ બોર્ડ કોલોની નજીકના વિસ્તારમાં રવિવારે બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. પરિવાર ફરવા માટે બહાર ગયો હતો. તે દરમ્યાન બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અને કુલ 1.70 લાખના મુદામાલની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ પોરબંદર એલસીબીએ ગણતરીની કલાકોમાં ઉકલ્યો હતો. જેમાં ફરીયાદી મહિલાની દીકરીનો પ્રેમીએ ચોરી કરી હોવાની ચોંકાવનારી હકિકત બહાર આવી હતી.
પોરબંદરના હાઉસીગ બોર્ડ કોલોની નજીકમાં રહેતા મહિલાના બંધ મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિત કુલ. રૂૂ.1. 61 લાખની ચોરીની ફરીયાદ કમલાબાગ પોલીસ નોંધાયા હતી. આ ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી હતી. એલસીબીના સ્ટાફે સીસી ટીવી કેમેરા અને ખાનગી બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. તે દરમ્યાન પોલીસને હકિકત મળતા એક શખ્સ સોનાની બંગડી વેચવા માટે નિકળ્યો છે.
આથી પોલીસ વોચ ગોઠવી અને ઉદય દિલીપ જેઠવા નામનો શખ્સને શંકાના આધારે રોકી અને તલાશી લેતાં તેમના સોનાની ચાર બંગડી, સોનાનો ચેઇન એક, ચાંદીની લગડી નંગ -5 અને રોકડા રકમ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી પોલીસે તેમની અટકાયત કરી અને પૂછપરછ કરતા તેમને રૂપિયાની જરૂરીયાત હોવાથી તેમણ ફરિયાદીની દીકરી સાથે પ્રેમ હોય તેમની સાથે મળી અને ઘરમાંથી ચોરી કરી હતી પોલીસે આરોપી ઉદય દિલીપ જેઠવા પાસેથી રૂ. 1.61નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.