પોલીસ એક્શન મોડમાં:બ્લાઈન્ડ સ્પોટ પર ચેકિંગ વધારવા સીપીનો આદેશ
એકાંતમાં યુગલ દેખાય તો સીધા ઘર ભેગા કરી દેવાશે, વડોદરા ગેંગરેપ બાદ અંધારિયા વિસ્તારોમાં ચેકિંગ
વડોદરા અને સુરતના માંગરોળમાં બ્લાઈન્ડ સ્પોટ (અવાવરું જગ્યા) પર સગીરા પર થયેલી ગેંગરેપની ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા છે. એક તરફ નવરાત્રિ ચાલી રહી છે અને બે સગીરા ગેંગરેપનો ભોગ બની છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા તમામ પોલીસ મથક તેમજ મહત્વની બ્રાન્ચના સ્ટાફને રાજકોટ શહેરની હદમાં આવતી અવાવરું જગ્યાઓ પર રાત્રે પેટ્રોલિંગ કરવા અને ચેકીંગ કરવા આદેશ આપ્યા છે.નવરાત્રિ દરમિયાન રાત્રિના સમયે યુવક-યુવતીઓ ગરબા રમવા માટે જતા હોય છે.
ત્યારે તેઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને બ્લાઇન્ડ સ્પોટ નક્કી કરી એ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી તેમજ કેટલાક પોઈન્ટ પર પોલીસની ઙઈછ વાન સ્ટેન્ડબાય રાખવા સૂચના આપવામાં આવી છે. આ જ રીતે જેટલા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ ન હોય તે જગ્યાની સ્ટ્રીટ લાઈટ શરૂૂ કરવા માટે મનપાને જાણ કરવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે,નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી કેટલાક બ્લાઇન્ડ સ્પોટ આઈડેન્ટિફાય કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવી હતી.ઝોન 2 વિસ્તારમાં મોટાભાગે ગરબાના આયોજન તાલુકા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાય છે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તેમજ જરૂૂરી જગ્યા પર પોલીસની ઙઈછ વાન સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપવામાં આવી છે અને જો સ્ટ્રીટ લાઈટની જરૂૂર જણાય તો રાજકોટ મહાનગરપાલિકાને જાણ કરવા સૂચન કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, નવા રાજકોટમાં મુખ્યત્વે એઇમ્સ હોસ્પિટલ નજીક રોડ તેમજ નવા 150 ફૂટ રિંગ રોડ, રૈયા સ્માર્ટ સિટી, અવધ રોડ અને ન્યારી ડેમ તરફ જતા રસ્તા પર,રોણકી વિસ્ત્તાર,ભગવતી પરાથી બેડીપરા તરફ જતા રસ્તે વાડી વિસ્તાર,સોખડા તરફ જતા રસ્તે તથા કાલાવડ હાઈવે પર તેમજ અન્ય અવાવરું સ્થળો પર પેટ્રોલિંગ વધારવા તેમજ ચેકિંગ માટે સૂચના આપવામાં આવી છે.કારણ કે, અહીં કેટલીક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ નથી તો કેટલીક જગ્યાએ હોટેલ, રેસ્ટોરન્ટ અને કાફે વધુ પ્રમાણમાં હોવાથી પોલીસ પેટ્રોલિંગ થવું જરૂૂરી છે.આ તકે પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,અવાવરું જગ્યા પર કોઈ સગીરા તેમના મિત્ર સાથે કે યુગલ દેખાય તો તેઓના નામ સરનામાં લખી ઘર ભેગા કરી દેવામાં આવશે.