મોરબીમાં માનસિક બિમારીથી કંટાળી આધેડનો જાત જલાવી આપઘાતનો પ્રયાસ
મોરબીમાં રહેતાં આધેડે માનસિક બિમારીથી જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાજી ગયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં આવેલ શક્તિ ચોક નજીક રહેતાં ઈસુબભાઈ ઈબ્રાહીમભાઈ ગોપલાણી નામના 58 વર્ષના આધેડ મધરાત્રે પોતાના ઘરે હતાં ત્યારે માનસિક બિમારીથી કંટાળી પોતાની જાતે કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત બીજા બનાવમાં વંથલીના રાયપુર ગામે રહેતાં ભુપત મોહનભાઈ સરવૈયા નામનો 30 વર્ષનો યુવાન 10 દિવસ પૂર્વે સોરવદર ગામે ખેતી કામ કરતો હતો ત્યારે અકસ્માતે વીજશોક લાગતાં તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.