ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામકંડોરણામાં મોજખીજડિયામાં પત્નીના પ્રેમી ઉપર પતિ સહિતના શખ્સોનો ઘરમાં ઘુસી હુમલો

12:46 PM Feb 21, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામકંડોરણાના મોજ ખીજડીયા ગામે રહેતો યુવાન જામનગરમાં માતાની સારવાર માટે ગયો હતો ત્યારે પાડોશમાં રહેતી બે સંતાનોની માતા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો જે પ્રેમ પ્રકરણની પરિણીતાના પતિને જાણ થતા પતિ સહિતના શખ્સોએ મોજ ખીજડીયા ગામે ધસી આવી પત્નીના પ્રેમી ઉપર હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણાના મોજ ખીજડીયા ગામે રહેતા દર્શન સુરેશભાઈ વાઘેલા નામનો 24 વર્ષનો યુવાન તારીખ 16 ના રોજ બપોરના અઢી વાગ્યાના સમયે પોતાના ઘરે હતો. ત્યારે અનિલ ઉર્ફે અનો સહિતના શખ્સો ધારીયા અને તલવાર જેવા હથિયાર સાથે ધસી આવ્યા હતા અને દર્શન વાઘેલા ઉપર હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા દર્શન વાઘેલાને તાત્કાલિક સારવાર માટે ઉપલેટા અને જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દર્શન વાઘેલાની માતા વનીતાબેન વાઘેલા જામનગર રહે છે અને તેઓ પડી ગયા હતા ત્યારે દર્શન વાઘેલા માતાની સેવા કરવા થોડા દિવસ જામનગર ગયો હતો ત્યારે પાડોશમાં રહેતી બે સંતાનોની માતા કોમલબેન દીપકભાઈ વાઘેલા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ થયો હતો અને કોમલબેન વાઘેલાના પતિને પ્રેમપ્રકરણની જાણ થતા પતિ સહિતના શખ્સો મોજ ખીજડીયા ગામે ધસી આવ્યા હતા અને પત્નીના પ્રેમી દર્શન વાઘેલા ઉપર હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Advertisement