For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેટોડામાં માતાએ કિંમતી બાઈક લેવાની ના પાડતાં પુત્રનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

04:54 PM Mar 15, 2024 IST | Bhumika
મેટોડામાં માતાએ કિંમતી બાઈક લેવાની ના પાડતાં પુત્રનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
  • યુવાને ભાભીને વીડિયો કોલ કરી ગળેફાંસો ખાતો હોવાની જાણ કરતાં મિત્રોએ બચાવી લીધો

લોધીકાના મેટોડામાં રહેતા યુવાનને માતાએ કીમતી બાઇક લેવાની ના પાડતા યુવાને ભાભીને વિડીયો કોલ કરી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ભાભીએ દિયરના મિત્રોને જાણ કરતા મિત્રોએ તાત્કાલિક યુવકને બચાવી લઇ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ધારીને વતની અને હાલના લોધિકાના મેટોડામાં રહેતા રવિ શામજીભાઈ પરમાર નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રવિ પરમાર અને તેની માતા હંસાબેન બંને મેટોડામાં રહે છે માતાએ કીમતી બાઇક લેવાની ના પાડતા રવિ પરમારને લાગી આવતા માતા માવતર આટો મારવા ગયા બાદ રવિ પરમારે ધારી ગામે રહેતી ભાભી માયાબેનને વીડિયો કોલ કરી ગળેફાંસો ખાતો હોવાની જાણ કરી હતી જેથી ભાભી માયાબેને રવિના મિત્રોને જાણ કરતા મિત્રો તાત્કાલિક દોડી આવ્યા હતા અને રવિ પરમારનો જીવ બચાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement