For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેટોડામાં શ્રમિક યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

04:32 PM Oct 16, 2024 IST | Bhumika
મેટોડામાં શ્રમિક યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
Advertisement

મેટોડામાં આવેલ કિચનવેરના કારખાનાની ઓરડીમાં રહેતા શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ યુપીના હાલ મેટોડામાં આવેલ કિચનવેરના કારખાનાની ઓરડીમાં રહેતો પીનકું હરિરામ વર્મા નામના 22 વર્ષના યુવાને ઓરડીમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત લીધો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ભાઈ-ભાભી સાથે રહેતો હતો અને અપરીણીત હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત શહેરમાં જુદા જુદા બે સ્થળે યુવાન અને પ્રૌઢાએ ફીનાઇલ પી લીધાની ઘટના સામે આવી છે. જેમાં પેડક રોડ ઉપર આવેલ ગુલાબ વાટીકા-1માં રહેતા શૈલેષ ગુલાબભાઈ ચૌહાણ નામના 39 વર્ષના યુવાને બપોરના બેએક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું જ્યારે શાપર વેરાવળમાં પડવલા રોડ ઉપર આવેલી વેલનાથપરા સોસાયટીમાં રહેતા રેખાબેન ડાયાભાઈ પારઘી નામના 53 વર્ષના પ્રોઢાએ કોઈ અકળ કારણસર રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ફીનાઇલ પી લીધું હતું. યુવક અને પ્રોઢાની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement