શહેરમાં અનેક સ્થળે હોળીની રાખના ઢગલા યથાવત્, ફરિયાદ કરો તો જ ઉપાડે છે !
- કોર્પોરેશનના તંત્રને ઢંઢોળતા કોંગ્રેસનાં આગેવાનો
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 18 ના વોર્ડમાં જુદા જુદા વિસ્તારોમાં અંદાજે 600 થી વધુ હોલિકા દહન થાય છે ત્યારે તારીખ 24/03 શનિવારે હોળી પ્રગટાવવામાં આવ્યા બાદ બે દિવસમાં રાજકોટ શહેરમાં આ હોળીના ઢગલાઓ ઉપાડી લેવામાં આવતા હોય છે પરંતુ કેટલાક વર્ષોથી તંત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવે ત્યારે જ ઢગલાઓ ઉપાડવામાં આવતા હોય છે. અને આ રાખના ઢગલાઓ ચોકની વચ્ચો વચ હોવાને પગલે લોકોને હાલાકી ભોગવવી પડે છે. પવનને પગલે રાખ ઉડતી રહે છે અને રાત્રે અકસ્માત સર્જાવાનો ભય રહે છે. શહેરના પદાધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત છે અને અધિકારીઓ ભર ઊંઘમાં કે અંધારામાં હોવાને પગલે અનેક વિસ્તારોમાં આજે પણ ચોકમાં હોળીના ઢગલાઓ યથાવત રહેતા આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ રાજકોટ મહાનગરપાલિકામાં ફરિયાદ નંબર 24090695 થી શહેરમાંના તમામ ઢગલાઓ તાત્કાલિક અસરથી ઉપાડી લેવા તાકીદ કરવામાં આવી છે. અને 24 કલાક માં શહેરમાં હોળીના રાખના એક પણ ઢગલો ન હોવો જોઈએ અને હશે તો વોર્ડ ઓફિસે રાખના ઢગલાઓ કરવામાં આવશે.
વધુમાં અનેક વિસ્તારોમાં રાખના ઢગલાઓ યથાવત હોવાને પગલે આ ઢગલાઓ ઉપાડવામાં ન આવે તો રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ગજેન્દ્રસિંહ ઝાલા મોબાઈલ નંબર 94262 29396 પર ફોટા સાથે વિગતો મોકલી આપવા અંતમાં રાજાણીએ અપીલ કરી છે.