પ્રેમલગ્નના 10 વર્ષ બાદ પરિણીતાને સાસરિયાંનો ત્રાસ: છૂટાછેડાનું દબાણ કરતા 11 સામે નોંધાતો ગુનો
પતિ કહેતો હુ તારી સાથે રહેવા માગતો નથી, દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂકી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી
રાજકોટમાં સાસરુ ધરાવતી અને હાલ ભાવનગરના ઇન્દિરાનગરના આખલોલ માર્કેટ યાર્ડ પાસે રહેતી રાધીકાબેન ઉર્ફે નિર્મલાબેન રણજીતભાઇ મૈયડ (ઉ.વ.32)એ પોતાની ફરિયાદમાં પતિ રણજીત બીજલભાઇ મૈયડ, કરણ, માતા, પિતા, ભાઇ, ભાભી, બે ના બેન, તેમનો પુત્ર વિજય, રાજભાઇ, સ્નેહલબેન મહિપતભાઇ અને સંતોષભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
રાધીકાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન 2014ની સાલમાં પ્રેમલગ્ન કર્યા હતા. પતિ રણજીત મુળ કાલાવડનો વતની છે. તેઓ છ મહિના પહેલા નાણાવટી ચોક પાસે નાઇન એવન્યુ એપાર્ટમેન્ટ ખાતે રહેતી હતી. પરંતુ પતિ સાથે અવારનવાર માથાકુટ થતી રહેતા અને પતિએ છુટાછેડા આપવા દબાણ કરી મારમાર્યો હતો.
ત્રણેક મહિના પહેલા પતિ ઘરેથી જતો રહ્યો હતો અને ગુમ થયાની નોંધ પણ કરી હતી. ત્યારબાદ પતિએ આવી છુટાછેડા લેવાનું કહી માથાકુટ કરતો હોય ભાવનર તેમના માવતેર ચાલી ગઇ હતી. બાદમાં તેણી ફરીથી રાજકોટ પતિના ઘરે આપતા પતિએ હવે આ ફલેટ આપણો નથી કહી ધમકાવી હતી અને આવી રીતે બે વાર મહિલાએ પોલીસને બોલાવવી પડી હતી.
ત્યારબાદ સબંધીએ પણ છુટાછેડા લઇ લેવાનું કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હતી. આ મામલે ભાવનગર કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો. જેઠ જેઠાણી કહેતા તુ અમારા સમાજને લાયક નથી આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.