રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રિલ્સ બનાવી વોટ્સએપમાં મૂકતી પરણીતા પર પતિ સહિતના સાસરિયાએ ત્રાસ ગુજાર્યો

04:36 PM Dec 21, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટમાં સાડા ત્રણ વર્ષથી માવતરે રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. રીલ્સ બનાવી વોટ્ળસએપમાં મુકતી તો સાસરિયા મેણાટોણા મારતા હતાં.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં લક્ષ્મીવાડી શેરી નં. 9માં છેલ્લા સાડા ત્રણ વર્ષથી માવતરે રહેતી કૃતિ બ્રિજેશભાઈ ઉપાધ્યાય (ઉ.વ.29)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદ રહેતા પતિ બ્રીજેશભાઈ ઉપાદ્યાય, ભાવનગર રહેતા સસરા કિશોરભાઈ પ્રેમશંકર ઉપાધ્યાય, સાસુ કૈલાશભાઈ અને દિયર અભિષેકના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન વર્ષ 2018માં થયા બાદ તેની પતિ સાથે ઈસ્ટ આફ્રિકના યુગાન્ડા ખાતે ગયા હતા ત્યારે તેણી રીલ્સ બનાવી કે ફોટા વોટ્સએપમાં મુકતી તો સસરા પતિને કહેતા કે કૃતિને કહે આવા ફોટા અને વીડિયો ન મુકે સગાવહાલા વાતો કરે છે આ ઉપરાંત મકાન લીધુ તો તેના પિતાને ફર્નિચર કરાવી દેવાનું કહી ત્રાસ આપતા હતા જેથી આ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot crimerajkot news
Advertisement
Next Article
Advertisement