કોઠારિયા સોલવન્ટમાં પિતાએ માતા સાથે ઝઘડો કરી પુત્રીને ગાળો ભાંડતા એસિડ પીધુ
શેહરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા શિતળાધાર રપ વારીયામા રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા સગીર પુત્રી સમજાવવા વચ્ચે પડતા પિતાએ પુત્રીને પણ ગાળો ભાંડી હતી. જેથી સગીરાને લાગી આવતા એસીડ પી લીધુ હતુ. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા શિતળાધાર રપ વારીયામા રહેતી 1પ વર્ષની સગીરાએ રાત્રીના સમયે એસીડ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. પ્રાથમીક પુછપરછમા એસીડ પી લેનાર સગીરાના માતા - પિતા વચ્ચે ઝઘડો થતા સગીરા માતા - પિતાને સમજાવવા વચ્ચે પડી હતી ત્યારે પિતાએ ગાળો ભાંડતા પુત્રીને માઠુ લાગી આવતા એસીડ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.
શહેરમા જુદા જુદા પાંચ સ્થળે પરિણિતા સહિત પાંચ લોકોએ જવલનસીલ પ્રવાહી પી લીધુ હોવાની ઘટના સામે આવી છે જેમા કોઠારીયા સોલવન્ટ 3 માળીયા કવાટરમા કલ્પેશ ડાયા રાઠોડ (ઉ.વ. 4ર), દોઢસો ફુટ રીંગ રોડ ધરમનગર આવાસ કવાટરના મિહીર રાજેશભાઇ પરમાર (ઉ.વ. ર4), નવાગામ આવાસ યોજના કવાટરમા ભારતીબેન વિશાલભાઇ ગાબુ (ઉ.વ. ર6) એ કોઇ અગમ્ય કારણસર ફીનાઇલ ગટગટાવી લીધુ હતુ. જયારે રાજકોટના જારીયા ગામે જયદીપ રમણભાઇ ધાણક નામના 16 વર્ષના સગીર અને કોઠારીયા સોલવન્ટ શિતળાધાર રપ વારીયામા રહેતી શાહીન ખાતુન સાજીદભાઇ શેખ નામની 19 વર્ષની પરણીતાએ પોત પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જવલનસીલ પ્રવાહી પી લેનાર સગીર સહીત પાંચેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.