રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયામાં ટ્રાફિક પોલીસની કામગીરીથી બેફામ બનેલા વાહનચાલકોમાં ફફડાટ

01:12 PM Mar 01, 2024 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અગાઉ ટ્રાફિક નિયમન વ્યવસ્થા અપૂરતી બની રહી હતી. ત્યારે જિલ્લા ટ્રાફિક વિભાગમાં થોડા સમય પૂર્વે જ ઇન્ચાર્જ પી.આઈ. તરીકે પ્રથમ વખત મહિલા પી.એસ.આઈ. વી.એમ. સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા ટ્રાફિક સહિતની વિવિધ બાબતે અવિરત રીતે હાથ ધરવામાં આવેલી કડક કામગીરીથી અનેક પ્રશ્નો હલ થયા છે.

Advertisement

ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા અનેક માર્ગો પર અગાઉ બેફામ પાર્કિંગ, રેંકડી - લારીવાળાઓના અડીંગા તેમજ પાથરણાવાળાઓના ડેરા-તંબુના કારણે લોકો ત્રાસી ગયા હતા. મેઇન બજાર સહિતના વિસ્તારોમાં રોડ વચ્ચે ઊભા રહેતા શાકભાજી સહિતના લારીવાળાઓથી વાહન ચાલકો ત્રાસી ગયા હતા. આટલું જ નહીં, ઠેર ઠેર ખાનગી ટ્રાવેલ્સની બસો તેમજ ઈક્કોવાળા અડીંગો જમાવીને રહેતા ટ્રાફિક નિયમનના મુદ્દે નગરજનોમાં પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો હતો.

ત્યારે જાન્યુઆરી માસમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રાફિક પી.આઈ. તરીકે વી.એમ. સોલંકીને સોંપવામાં આવેલી જવાબદારી બાદ પેધી ગયેલા લારીવાળાઓ, ખાનગી ટ્રાવેલ્સવાળાઓ તેમજ વાહન ચાલકો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. અહીંના મિલન ચાર રસ્તા વિસ્તાર નજીક વિજય સિનેમા પાસે તેલીના પુલ ઉપર વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા દોરડા વેચનારાઓ, પાથરણાવાળા તેમજ રેંકડીવાળાઓને નગરપાલિકાના સહયોગ જગ્યા ફાળવીને ત્યાં સ્થળાંતર કરી, પુલ પર થતા ટ્રાફિક જામનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અહીંના મહત્વના એવા જોધપુર ગેઈટ, નગર ગેઈટ, સ્ટેશન રોડ, પોરબંદર રોડ, વિગેરે વ્યસ્ત માર્ગો પણ આડેધડ પાર્કિંગ કરતા ટ્રાવેલ્સના ધંધાર્થીઓ તેમજ રેંકડી - કેબિનધારકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવતા હાલ આ રસ્તાઓ ન્યુસન્સ રહિત થઈ ગયા છે.

આ જ રીતે માત્ર ખંભાળિયા શહેરમાં જ નહીં, પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક પી.આઈ. સોલંકી તેમજ તેમના સ્ટાફના જવાનો દ્વારા ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાણવડ, સલાયા, વાડીનાર, ઓખા, દ્વારકા, કલ્યાણપુર, ભાટિયા અને રાવલ જેવા વિસ્તારોમાં નિયમિત ટ્રાફિક ચેકિંગ કરવામાં આવે છે. ખંભાળિયા તાલુકાના મહત્વના એવા સલાયામાં તાજેતરમાં એક સાથે 17 વાહનો ડીટેઈન કરીને સલાયા પંથકના પ્રથમ વખત આવી કડક કામગીરી કરવામાં આવતા અહીંના ટ્રાફિક ઉલ્લંઘન કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત એસ.ટી. બસમાં ચાલુ બસે માઈક સાથે આ અંગેની જાણકારી આપવા અંગેનો નવતર પ્રયોગ કરવા ઉપરાંત ડ્રાઇવરોની આંખોની તપાસણીનો કેમ્પ, વાહન ચાલકોને તથા શાળાઓમાં માર્ગદર્શન કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા.

થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતમાં જિલ્લા ટ્રાફિક શાખાની કામગીરી મહત્વની સાબિત થઈ હતી. લાંબા સમય બાદ ખંભાળિયાના મુખ્ય રસ્તાઓ, મેઈન બજાર, જોધપુર ગેઈટ, નગર ગેઈટ, ચાર રસ્તા, સ્ટેશન રોડ, વિગેરે વિસ્તારોમાં સતત ચેકિંગ કામગીરીમાં બ્લેક ફિલ્મ અંગેની ઝુંબેશ, લાઇસન્સ તેમજ જરૂરી કાગળ તપાસવા, પોલીસના સગાઓ નંબર પ્લેટ નજીક ખોટી રીતે પોલીસ લખાવીને ફરતા આવા આસામીઓ સામે કામગીરી કરવામાં આવી રહી છે.

આટલું જ નહીં, આગામી દિવસોમાં વાહનોમાં પ્રેસ તેમજ પીજીવીસીએલ જેવું લખાણ લખાવીને ફરતા ખોટા વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી શરૂ થનાર હોવાનું ટ્રાફિક પી.એસ.આઈ. સોલંકી દ્વારા જણાવાયું છે. જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમમાં ઈન્ચાર્જ પી.આઈ. સોલંકી સાથે પી.એસ.આઈ. જે.બી. જાડેજા, એ.એસ.આઈ. કાબાભાઈ ચાવડા, મનીષભાઈ દેવમુરારી, દેવરાભાઈ પંડત તેમજ સ્ટાફ અવિરત રીતે કાર્યરત છે.

 

 

Tags :
gujaratgujarat newsKhambhaliyaKhambhaliya newsKhambhaliya Police
Advertisement
Next Article
Advertisement