રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢમાં દારૂ પી જેલમાં જવાની યુવાનની ઇચ્છા પોલીસે પૂૂરી કરી

11:12 AM Jul 31, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જૂનાગઢમાં એ ડિવિઝન પોલીસ મથકના જમાદારે પીધેલી હાલતમાં બાઈકને કારની ઠોકર લગાવી યુવકને ઇજા પહોંચાડી ધમકી આપી હતી. આ બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં મંગળવારે સવાર સવારમાં દારૂૂ પીધેલી હાલતમાં બરડીયાનો એક શખ્સ મારે જેલમાં જવું છે એવો બકવાસ કરતો આઈજી કચેરીએ પહોંચ્યો હતો. જોકે પોલીસે તેને પકડી લોકઅપમાં ધકેલી દીધો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીસીઆરમાં ડ્રાઇવરની ફરજ બજાવતા પોલીસ કર્મચારી શૈલેષભાઈ દવે મંગળવારે સવારે ફરજ પર હતા ત્યારે તેઓને એ ડિવિઝનનાં પીએસઓએ જુનાગઢ આઈજીપી કચેરી એક ઇસમ દારૂૂ પીને આવેલ હોવાની ટેલીફોનિક જાણ કરી હતી. જેના પગલે શૈલેષ દવેએ કોસ્ટેબલ વિજય રામ સાથે આઈજીપી કચેરીએ પહોંચતા એક શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં તોફાન અને બકવાસ કરતો મળી આવ્યો હતો. આથી તેને પકડી પોલીસ સ્ટેશને લઈ આવી પૂછપરછ કરતા આ શખ્સે પોતાનું નામ કલ્પેશ ઉર્ફે લાલો કરસન ચાવડા (ઉ.વ.22) રહે બરડીયા તા વિસાવદર હોવાનું જણાવતાં તેના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી લોકઅપમાં મોકલી આપ્યો હતો.

Tags :
gujaratgujarat newsJunagadh NEWSpolice
Advertisement
Next Article
Advertisement