જૂનાગઢમાં અગાઉ ત્રણ વ્યક્તિ ગુમાવનાર પરિવારને ફરી ગેસ લીકેજવાળો બાટલો પધરાવતા હોબાળો
એજન્સી સામે પગલા ભરવા માંગ
જૂનાગઢ શહેરના ગણેશ નગર વિસ્તારમાં તાજેતરમાં એક પરિવારના પતિ,પત્ની,અને તેનું માસુમ બાળક અકસ્માતનો ભોગ બનેલા જેમાં સ્વ. દત વિજય કટારીયા. નું 04,સપ્ટેમ્બરસ્વ. વિજય કાનજીભાઈ કટારીયા.નું 07,સપ્ટેમ્બર અને સ્વ. મનીષા વિજયભાઈ કટારીયા. નું 09,સપ્ટેમ્બર ના રોજ સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું પરિવાર પર જાણે આભ ફાટયું હોય તેમ હજુ પરિવાર આ આઘાત જનક ઘટનાની ગમગીની માંથી બહાર આવ્યો નથી ત્યારે પરિવારના હિતેશ કાનજીભાઈ કટારીયા કાનજીભાઈ માવજીભાઈ કટારીયા અને જીવતિબેન કાનજીભાઈ કટારિયા એ જણાવ્યું હતું કે ગેસનો બાટલો એજન્સીમાં ઓર્ડર લખાવ્યા બાદ ડીલીવરી કરવામાં આવ્યો હોય જેમાં ગેસની વાસ આવતી હોય પાણીથી ચેક કરતા લીકેજ હોવાનું જાણવા મળ્યું હતું.
જવાબદારોને આ મામલે ટેલીફોનીક સંપર્ક કરતા દાદ માગી ના હતી જેથી પરિવાર પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયો હતો આ દરમિયાન એજન્સી વાળા લીકેજ બાટલો ઘરે આવી બદલાવી ગયા હતા પરિવારે વધુમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં જવાબદારોની બે દરકારી ના કારણે છાસવારે લીકેજ બાટલા પધરાવાય છે અને એના કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે આ મામલે તંત્રના જવાબદાર અધિકારીઓ લોકોની સલામતી માટે રસ દાખવી જરૂૂરી પગલા લે જેથી અમારા પરિવારનો માળો વિખાયો તેમ બિજા કોઈપણ પરિવાર આવી ઘટનાનો ભોગ ના બને આ સંદર્ભે જરૂૂરી પગલા લેવા સ્થાનિકોમાં પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.