For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં વેપારીની અઢી લાખ રૂપિયા ભરેલી થેલી ઉઠાવી મહિલા ગ્રાહક પલાયન

12:04 PM Mar 12, 2024 IST | Bhumika
જૂનાગઢમાં વેપારીની અઢી લાખ રૂપિયા ભરેલી થેલી ઉઠાવી મહિલા ગ્રાહક પલાયન
  • સીસીટીવી ફૂટેજમાં મહિલા તેના પતિ સાથે બાઇકમાં બેસી નાસી છૂટતા દેખાઇ

જુનાગઢ માંગનાથ રોડ પર હવેલી બજારમાં વેપારીના અઢી લાખ રૂૂપિયા લઇ મહિલા ગ્રાહકે ચાલતી પકડી, હવેલી બજારમાં કટલેરીની દુકાનમાં રાખેલા અઢી લાખ રૂૂપિયા ભરેલી થેલી લઈ મહિલા ગ્રાહક રફુ ચક્કર થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કટલેરીની દુકાનની ઉઘરાણી કરી વેપારીએ રૂૂપિયા દુકાનના ટેબલ પર રાખ્યા હતા.જ્યાં મહિલા ગ્રાહક આવતા વેપારી વસ્તુ બતાવવા લાગ્યા હતા. જેમાં વેપારી ભૂલી ગયા હતા કે તેમને ટેબલ પર અઢી લાખ રૂૂપિયા રાખ્યા છે. ત્યારે એક મહિલા ગ્રાહકે ટેબલ પર પડેલી થેલી ખોલી જોતા તેમાં અઢી લાખ રૂૂપિયા દેખાતા આસપાસ નજર કરી રૂૂપિયા ભરેલી થેલી લઈ ચાલતી પકડી હતી. અઢી લાખ રૂૂપિયા ભરેલી થેલી ગાયબ થયાની જાણ થતા વેપારી ચિંતામાં મુકાયા હતા. ત્યારે તાત્કાલિક દુકાનના વેપારીએ એસોસિએશનના પ્રમુખને જાણ કરી હતી અને વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા ગ્રાહક વિરુદ્ધ અરજી કરી હતી.

Advertisement

જમનેશભાઈ ઠકરારે જણાવ્યું હતુ કે હું જ્યારે મારી દુકાન ના વેપારની ઉઘરાણી કરી દુકાને આવ્યો હતો અને અઢી લાખ રૂૂપિયા ભરેલું જબલું ને મારી દુકાને ટેબલ પર રાખ્યું હતું ત્યારે મહિલા ગ્રાહકો મારી દુકાને ખરીદી કરતા હતા જેથી કરીને હું મારી દુકાન નો માલ સામાન તેમને બતાવવા લાગ્યો હતો એટલામાં જ એક મહિલા ગ્રાહકે દુકાનના ટેબલ પર પડેલા રૂૂપિયાની થેલી ખોલી આજુબાજુ જોઈ પોતે દુકાનમાંથી રૂૂપિયા ભરેલી થેલી લઈ ચાલતી પકડી હતી.

થોડીવાર બાદ મેં રૂૂપિયા ભરેલી થેલી દુકાનમાં શોધતા ન મળતા મારી દુકાનમાં લાગેલા કેમેરા ચેક કર્યા હતા .જેમાં એક મહિલા ગ્રાહક રૂૂપિયા ભરેલી થેલી લઈ જતા દેખાયા હતા. ત્યારે માંગનાથ વેપારી એસોસિયેશનના પ્રમુખ ભુપતભાઈ તન્ના નો સંપર્ક કર્યો હતો. અને આ બજારના તમામ કેમેરા ચેક કર્યા હતા. જેમાં મહિલા ગ્રાહક તેમના પતિ સાથે બાઈકમાં બેસી જતા જોવા મળ્યા હતા. હાલ મેં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી કરી હતી...હાલ વેપારીની અરજીને ધ્યાને લઈ જુનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement