જૂનાગઢમાં ડિપ્લોના છાત્રએ ભણવામાં રૂચી નહીં લાગતા વખ ઘોળ્યું
જૂનાગઢમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેતો અને ડિપ્લોમાં અભ્યાસ કરતા યુવકને અભ્યાસમાં રૂચી નહીં લાગતા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેતો અને ડિપ્લોમાં મિકેનીકલનો અભ્યાસ કરતો પારસ અતુલભાઈ મારુ નામનો 18 વર્ષનો યુવાન બપોરના ચારેક વાગ્યાના અરસામાં ચોબારે રોડ ઉપર નોબલટાઉનશીપ પાસે હતો ત્યારે અભ્યાસમાં રૂચી લાગતી નહીં હોવાથી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કાલાવડના ધૂનધોરાજી ગામે રહેતી વર્ષાબેન ખીમજીભાઈ ખીમસુરિયા ઉ.વ.50 એ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. જ્યારે પડધરી તાલુકાના મોટી ચણોલ ગામે રહેતી જયાબેન પ્રવિણભાઈ જાદવનું 37 વર્ષની પરણીતાએ અકળ કારણસર ઝેરી દવા પીલીધી હતી. જવલનશીલ પ્રવાહી પી લેનાર પ્રોઢા અને પરણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.