ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોટીલાના જીંજુડા ગામે બીમારીથી કંટાળી યુવાને ઝેરી પી જીવન ટૂંકાવ્યું

12:31 PM Aug 16, 2024 IST | admin
Advertisement

મોરબીમાં યુવાન કારખાનાના બીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા ઇજા

Advertisement

ચોટીલા તાલુકાના જીંજુડા ગામે રહેતા યુવાને માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુ હતું. યુવકના આપઘાતથી ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
ચોટીલાના જીંજુડા ગામે રહેતા સંજય ડાયાભાઇ દેગામા નામનો 35 વર્ષનો યુવાન 12 દિવસ પૂર્વે પોતાની વાડીએ હતો ત્યારે માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં મોરબીમાં આવેલા કારખાનામાં કામ કરતા પંકજ નવલભાઇ પરમાર (ઉવ.27) કારખાનાના બીજા માળે હતો ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો. યુવકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે મોરબી બહાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Chotilachotilanewsdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement