For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામ્યુકોમાં અધિકારીએ પ્રેમરસ પીધો જાણી જાણી..!

12:42 PM Oct 08, 2024 IST | admin
જામ્યુકોમાં અધિકારીએ પ્રેમરસ પીધો જાણી જાણી

પસંદગી અનુસાર એપ્રેન્ટિસશિપ કરી ચૂકેલા ઘણા કર્મચારીઓને સાચવીને રાખવાની પ્રેમાળ નીતિ..?

Advertisement

દોઢ ડઝન કર્મચારીઓને પાછલા બારણે ઘુસાડી પ્રજાના નાણાનું આંધણ કરવાની ‘વૃત્તિ’ પાછળ પણ પ્રેમરસ?

જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના નવા પ્રેમાળ પરિણામો સામે આવ્યા છે. સરકારના ભ્રષ્ટાચારમુક્ત ભારતના નારા છતાં, પાછળના દરવાજે જામ્યુકોમાં પ્રેમરસ ટપકતી કર્મચારીઓની ભરતીની નીતિ અપનાવવામાં આવી રહી છે. એક તરફ આઉટસોર્સિંગના એક અધિકારીને છૂટો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ એપ્રેન્ટીસશિપ કરી ચૂકેલા ઘણા કર્મચારીઓને સાચવીને રાખવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે શહેરમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, જામ્યુકોમાં ભરતી પ્રક્રિયામાં પસંદગી મુજબની વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. અધિકારીઓ પોતાની નજીક રહેતા માણસોને નોકરીએ રાખવા માટે કોઈપણ હદે જવા તૈયાર છે. આવી પ્રવૃત્તિઓને કારણે જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને સામાન્ય નાગરિકોને તેનો ભોગ બનવું પડી રહ્યું છે.અત્યંત આધારભૂત સૂત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂતકાળમાં જામનગર મહાનગરપાલિકામાં નાયબ કમિશનર કક્ષાના એક અધિકારી શોખીનમિજાજી હોવાની ચર્ચાઓ ઉઠેલી. અને જેતે સમયે તે અધિકારી હસ્તક ઘણી ભરતીઓ પણ થયેલી. આ ભરતીઓમાં એક ટ્રીકનો ઉપયોગ કરવામાં આવેલો. જે કર્મીઓએ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસશિપ પૂર્ણ કરી લીધી હોય, તે કર્મીઓ પૈકી અમુક કર્મીઓને તાલીમનું પ્રમાણપત્ર આપી કાયમ માટે વિદાય આપવામાં આવેલી.

જયારે કેટલાંક કર્મીઓને એપ્રેન્ટીસશિપનું પ્રમાણપત્ર આપી દીધાં પછી નવેસરથી આ પસંદગી અનુસાર અમુક સ્પેશિયલ વ્યક્તિઓને કોર્પોરેશનમાં આઉટસોર્સ કર્મીઓ તરીકે ફરી થી એન્ટ્રી આપી દેવામાં આવી. આવા કૃપાપાત્ર કર્મીઓની સંખ્યા દોઢેક ડઝન આસપાસ હોવાનું સૂત્ર જણાવે છે. આ કર્મીઓ પૈકી કેટલાંક ખાસ પાત્ર પણ છે. કોર્પોરેશનના ઘણાં કામો હાથવગા રાખવાની કળા જાણતાં એક અધિકારીએ કથિત ભરતી કૌભાંડમાં પોતાના ખાસ પાત્રનો પણ સમાવેશ કરી લીધો હોવાની સનસનાટીપૂર્ણ વિગતો કોર્પોરેશનમાં ચર્ચાઓનું કેન્દ્ર બની હોય, આ મુદ્દે શહેરમાં ભૂકંપ જેવી સ્થિતિઓ હોવાનું જાણવા મળે છે.

સરકારનો નિયમ એ છે કે, એક વખત કોઈ વ્યક્તિએ એપ્રેન્ટીસશિપ પૂર્ણ કરે પછી તે વ્યક્તિને કોર્પોરેશન કે સરકારી વિભાગમાં નોકરી આપી શકાય નહીં. જ્યારે નિયમસરની ભરતીઓ બહાર પડે ત્યારે, આ એપ્રેન્ટીસશિપ પૂર્ણ કરેલા ઉમેદવારોને વેઈટીંગ લીસ્ટ મુજબ કાયમી ભરતી કરવાના રહે. સરકારનો આ નિયમ બાજુ પર રાખી આ અધિકારીએ એપ્રેન્ટીસશિપ પૂર્ણ કરેલાં જેતે વિભાગની પસંદગી મુજબના દોઢેક ડઝન કર્મીઓને ફરીથી કોર્પોરેશનમાં ગોઠવી દીધાં છે. તાજેતરમાં આઉટસોર્સના એક અધિકારી વિરુદ્ધની રજૂઆતના આધારે એ અધિકારીને કોર્પોરેશને આઉટસોર્સ એજન્સીને કહી છૂટાં કરી દીધાં. અને, આ મુદ્દે કોર્પોરેશન ખુદની પીઠ થપથપાવી રહ્યું છે. બીજી તરફ, આ દોઢેક ડઝન કર્મીઓને સાંકળતું કૌભાંડ છેલ્લા સવા-દોઢ વર્ષથી આ પ્રેમરસ જાણી જાણી માણી રહેલાં અધિકારીને કારણે ધમધમી રહ્યું હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે.

આઉટસોર્સના આ દોઢેક ડઝન કર્મીઓને કોર્પોરેશને સાચવી લીધાં છે, તે કર્મીઓ કોઈ ખાસ વિશિષ્ટ અનુભવ ધરાવતાં હોતા નથી પણ આ શોખીનમિજાજી અધિકારીના કૃપાપાત્ર હોવાને કારણે આ દોઢેક ડઝન કર્મીઓને કોર્પોરેશનની તિજોરીમાંથી વેતન ચૂકવાઈ રહ્યું છે. ભ્રષ્ટાચારનું આ પ્રેમાળ પરિણામ સરકારના ભ્રષ્ટાચારમુકત શાસનના સૂત્રનો પણ ઉલાળિયો કરી રહ્યું છે. જેની ખરેખર તો રાજ્ય સરકારે તપાસ કરી, હકીકતો બહાર લાવવી જોઈએ.

જિલ્લા પંચાયતના કૌભાંડમાં પણ તપાસ કરવામાં શાહમૃગની નીતિ

અત્રે ઉલ્લેખનિય છે કે, આઉટસોર્સ પ્રથાનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વ્યાપક ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં જામનગર જિલ્લા પંચાયતમાં પણ, આઉટસોર્સના નામે કરોડો રૂૂપિયાના કૌભાંડો કોંગ્રેસ તથા ભાજપાના શાસનમાં આચરાયાની વાતો પણ જાણીતી છે. જો કે તેની બધી જ વિગતો જિલ્લા પંચાયતના રેકર્ડ પર હોવા છતાં એક પણ શાસક કે એક પણ અધિકારીએ આ ફાઇલો પરની ધૂળ આટલાં વર્ષોમાં ખંખેરી નથી. એ જ રીતે જામનગર મહાનગરપાલિકામાં પણ અનેકવખત ભરતી કૌભાંડ ગાજયા છે. તાજેતરમાં એક ભરતી પ્રક્રિયા તો હાલ મોકૂફ પણ રાખવી પડી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement