For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં સિટી ‘બી’ ડિવિઝન પાસે તોતિંગ ઝાડ ધરાશાયી થતા દોડધામ

01:37 PM Feb 02, 2024 IST | Bhumika
જામનગરમાં સિટી ‘બી’ ડિવિઝન પાસે તોતિંગ ઝાડ ધરાશાયી થતા દોડધામ

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે વહેલી સવારે એક મોટું ઝાડ ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઝાડની ડાળીઓ 11 કે.વી. વાલકેશ્વરી ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાથી વીજ પુરોઠો ખોરવાયો હતો, જો કે વહેલી સવારે સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થીનીઓનો આબાદ બચાવ થયો હતો. વીજ તંત્ર અને ફાયર વિભાગ દોડતું થયું હતું.

Advertisement

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં એક મોટું ઝાડ મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયું હતું, અને માર્ગ પર પડ્યું હતું. જે વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલી અને સ્કૂલે જઈ રહેલી બે વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઝાડની ડાળીઓ વાલકેશ્વરી નગરી વિસ્તારના વીજ ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાના કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો, અને વીજ તંત્ર તેમજ ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું.આ બનાવની વિગત એવી છે કે, જામનગરમા સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસ.પી. કચેરીની સામેના ભાગમાં મેઈન રોડ પર એક મોટું ઝાડ તૂટીને માર્ગ પર પડ્યું હતું. આ વેળાએ ત્યાંથી ટુ-વ્હીલર પર શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિનીઓ સહેજમાં રહી ગઈ હતી, અને સદ્ભાગ્ય તેણીનો બચાવ થયો હતો.

આ બનાવ અંગે ફાયરબ્રિગેડ શાખાને જાણ કરાતા ફાયર શાખાની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળે જોડી ગઈ હતી અને માર્ગ પર પડેલા ઝાડની ડાળીઓને કરવતથી કાપી નાખી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ ઉપરાંત ઝાડની ડાળી પાસે જ આવેલા વાલ્કેશ્વરી નગરીના ઈલેવન કે.વી. વીજ ફીડરના પોલ પર પડવાના કારણે વીજ વાયરો તૂટ્યા હતાં. આ કારણે ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેની જાણકારી મળતા સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર તથા એચ.ટી. વિભાગના ડી.ડી. મારૂૂની રાહબરી હેઠળની વીજ ટૂકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી તૂટી ગયેલા વીજ વાયર અને વીજપોલ વગેરેની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી અને વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement