For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં દર કલાકે 9 લોકોને હૃદયની તકલીફ

04:25 PM Aug 07, 2024 IST | Bhumika
ગુજરાતમાં દર કલાકે 9 લોકોને હૃદયની તકલીફ
Advertisement

સાત માસમાં જ હૃદયની સમસ્યાના 47180 કેસ, રાજકોટ ત્રીજા નંબરે

ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે નાની ઉંમરના બાળકોથી માંડી યુવાનોના મૃત્યુના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાજયમાં જાન્યુઆરીથી જુલાઇ સુધીના સાત માસમાં જ હાર્ટ સંબંધી સમસ્યાના 47180 કેસ નોંધાયા છે. મતલબ કે રોજ સરેરાશ 223 અને દર કલાકે 9 લોકોને હૃદય સંબંધી બીમારીનો સામનો કરવો પડે છે.
રાજ્યમાં અમદાવાદમાં હૃદયના દર્દીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઇ છે. જયારે રાજકોટ ત્રીજા નંબરે છે. છેલ્લા 7 મહિનામાં 47 હજારથી વધુ કેસ નોંધાયા.

Advertisement

આ અંગે ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરીથી જુલાઇ સુધી આ વર્ષે રાજ્યમાં હૃદયની સમસ્યાના 47,180 કેસ જ્યારે ગત વર્ષે 40,258 કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષે જાન્યુઆરી થી જુલાઇની સરખામણીએ આ વખતે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીમાં 17 ટકાથી વઘુનો વધારો થયો હતો. જુલાઇમાં રાજ્યમાં હૃદયની સમસ્યાના 7111 કેસ નોંધાયેલા હતા. જૂન કરતાં જુલાઇમાં હૃદયની સમસ્યાના કેસમાં 10 ટકા જેટલો વધારો થયો હતો.

અમદાવાદમાં 13,906 લોકોને છેલ્લા 7 મહિનામાં હૃદયની સમસ્યા સર્જાયેલી છે. આ સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ 66 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં 12,133 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ અમદાવાદમાં પણ ગત વર્ષ કરતાં 10 ટકાથી વઘુનો વધારો થયો છે. હૃદયની સમસ્યાના સૌથી વઘુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.
ડોક્ટરોના મતે છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકારા સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશકિત લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદર્દ થવું, જડબામાં દુ:ખવું, હાથ ભારે લાગવા તે હૃદયરોગના મુખ્ય લક્ષણો છે. આવા લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement