For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 60 ટકા ચોમાસું સિઝન પૂરી, 4.5 લાખ હેકટરમાં હજુ વાવેતર બાકી

12:47 PM Aug 09, 2024 IST | Bhumika
ગુજરાતમાં 60 ટકા ચોમાસું સિઝન પૂરી  4 5 લાખ હેકટરમાં હજુ વાવેતર બાકી
Advertisement

ગુજરાતમાં લગભગ 60 ટકા ચોમાસુ પૂર્ણ થઇ ગયું છે પરંતુ ખરીફ વાવેતર પૂરૂ થયું નથી. રાજ્યના ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સોથી વધારે ઘટાડો કપાસ અને ડાંગરના પાકમાં નોંધાયો છે. જ્યારે બીજી તરફ અન્ય પાકોના વાવેતરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.રાજ્યમાં થોડા દિવસથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. જે સાથે રાજ્યના ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સોથી વધારે ઘટાડો કપાસ અને ડાંગરના પાકમાં નોંધાયો છે. જ્યારે બીજી તરફ અન્ય પાકોના વાવેતરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં ખરીફ વાવેતર 73.72 લાખ હેક્ટર સાથે 86 ટકા થયું હતું. જેમાં ગત વર્ષની સરખામણીમાં ખરીફ પાકના વાવેતરમાં 4.5 લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. વિવિધ પાકોના વાવેતરના મળતા આંકડા મુજબ મગફળીનું વાવેતર 18.99 લાખ હેક્ટર સાથે 108 ટકા થયું છે. જેમાં ગત વર્ષના વાવેતર કરતા વધારો નોંધાયો છે.

Advertisement

કપાસના વાવેતરમાં ગત વર્ષ કરતા ઘટાડો નોંધાયો છે. જેમાં કપાસનું ગત વર્ષે 26 લાખ હેક્ટર થયું હતું. જેમાં આ વર્ષે 23.35 લાખ હેક્ટર (91 ટકા) થયું છે. બીજી તરફ ડાંગરનું વાવેતર ગત વર્ષે 8.19 લાખ હેક્ટર નોંધાયું હતુ. પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો નોંધાતા 7.64 લાખ હેક્ટર સાથે 89 ટકા જેટલુ વાવેતર થવા પામ્યુ છે. જ્યારે શાકભાજીનું વાવેતર 2.14 લાખ હેક્ટર સાથે 81 ટકા થયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટી જેવો વરસાદ ખાબકયો છે તો અનેક વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ પડયા બાદ પૂરો 40 ટકા પણ વરસાદ નોંધાયો નથી. આવા અનેક વિસ્તારોમાં વરસાદની ખાધ જોવા મળી રહી છે અને હાલ ઉભેલા ખરીફ પાક ઉપર પણ જોખમ સર્જાયુ છે. હાલ ગુજરાતમાંથી વરસાદ ફરી અદ્રશ્ય થઇ જતા જે વિસ્તારોમાં પૂરો વરસાદ પડયો નથી તેવા વિસ્તારોમાં ચિંતાની લાગણી જન્મી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement